ગુજરાત
આ દિવાળી ખાસ, 500 વર્ષ બાદ રામલલ્લા બિરાજમાન
રોજગાર મેળા કાર્યક્રમમાં વડાપ્રધાને અયોધ્યાને યાદ કર્યુ
દેશભરમાં તહેવારની શરૂૂઆત થઇ ગઇ છે. આજે ધનતેરસનો પાવન પર્વ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ધનતેરસની શુભકામના પાઠવી છે. રાજકોટમાં એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પીએમ મોદી વર્ચ્યુલી જોડાયા હતા. પીએમ મોદીના હસ્તે રોજગાર મેળા અંતર્ગત 51 હજાર અપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યા હતા. ત્યારે અયોધ્યામાં આ વખતની દિવાળીને લઇને પીએમ મોદીએ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે આ વખતની દિવાળી બહુ ખાસ છે. કારણ કે 500 વર્ષ બાદ પ્રભુ શ્રી રામ અયોધ્યામાં પોતાના ભવ્ય મંદિરમાં બિરાજમાન છે.
તેઓ ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા તે બાદ આ પ્રથમ દિવાળી છે. આ વખતે આપણે સૌ સૌભાગ્યશાળી અને ભવ્ય દિવાળીના સાક્ષી બનીશું. કારણ કે આ પહેલી દિવાળી જેમાં રામ અયોધ્યામાં પોતાના મંદિરમાં બિરાજમાન છે. આ દિવસની રાહ જોવામાં પેઢીઓ જતી રહી. લાખો લોકોએ બલિદાન આપ્યું. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં શ્રી સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશન એડિટોરિયમ ખાતે રોજગાર મેળા પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રોજગાર મેળા પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમમાં પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રોજગાર મેળાનું લોકાર્પણ કર્યું હતું.
કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.