રાષ્ટ્રીય

ભૂલથી પણ 4 વર્ષથી નાના બાળકોને ન આપવી જોઈએ આ કફ સિરપ, દવાની કંપનીઓને DCGIની ચેતવણી

Published

on

 

ભારતના ડ્રગ રેગ્યુલેટર DCGIએ ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે શરદી અને ઉધરસ કફ સિરપના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતાની સાથે ચેતવણી જારી કરી છે. DCGIએ ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે એન્ટી-કોલ્ડ ડ્રગ કોમ્બિનેશનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે આદેશ આપવામાં આવ્યો છે કે દવાઓનું લેબલીંગ તે મુજબ કરવામાં આવે. DCGIએ 18 ડિસેમ્બરે તમામ રાજ્યોને પત્ર લખીને બે દવાઓ, ક્લોરફેનિરામાઇન મેલેટ અને ફેનીલેફ્રાઇનની કોકટેલનો ઉપયોગ કરીને બનાવેલ સીરપના પેકેજિંગને લેબલ કરવા જણાવ્યું છે.

વાસ્તવમાં, આ બે દવાઓના મિશ્રણમાંથી બનાવેલ સિરપ અથવા ગોળીઓનો ઉપયોગ સામાન્ય શરદીના લક્ષણોની સારવાર માટે થાય છે. સીરપના ઉપયોગને કારણે વિશ્વભરમાં 141 બાળકોના મોતને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તમામ દવા કંપનીઓને આ બે દવાઓનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલી સીરપના લેબલિંગને તાત્કાલિક અપડેટ કરવા સૂચના આપવામાં આવી છે.

એન્ટી-કોલ્ડ ડ્રગ કોમ્બિનેશન પર રેગ્યુલેટરનો ઓર્ડર, જેને ફિક્સ્ડ-ડ્રગ કોમ્બિનેશન (FDCs) તરીકે પણ ઓળખવામાં આવે છે, તે 18 ડિસેમ્બરે જારી કરવામાં આવ્યો હતો અને બુધવારે જાહેર કરવામાં આવ્યો હતો. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ જણાવ્યું હતું કે દવા ઉત્પાદકોએ તેમના ઉત્પાદનોને ચેતવણી સાથે લેબલ કરવાની જરૂર છે કે FDC નો ઉપયોગ ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં થવો જોઈએ નહીં. રેગ્યુલેટરે કહ્યું કે બાળકોમાં એન્ટી કોલ્ડ ડ્રગ કોમ્બિનેશન અંગે ફરિયાદો મળી રહી છે. એટલા માટે અમે આ નિર્ણય લીધો છે.

પેકેજિંગ પર ચેતવણીઓ લખવા માટે કંપનીઓને સૂચનાઓ

“સમિતિ ભલામણ કરે છે કે 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં FDC નો ઉપયોગ ન કરવો જોઈએ અને તે મુજબ કંપનીઓએ લેબલ અને પેકેજ ઇન્સર્ટ પર આ સંદર્ભમાં ચેતવણીઓનો ઉલ્લેખ કરવો જોઈએ,” પત્રમાં જણાવાયું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version