ગુજરાત

દારૂબંધી વાળા ગુજરાતમાં પ્યાસીઓ દિવાળીમાં ચાર કરોડનો દારૂ ઢીંચી ગયા!

Published

on

બૂટલેગરોએ 20 કરોડનો દારૂ વેચી નાખ્યાની શક્યતા

દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરની 25 જેટલી લિકર પરમિટવાળી હોટલોમાંથી અંદાજે ચાર કરોડ રૂૂપિયાનો દારૂૂ વેચાઈ ગયો છે. ગુજરાતમાં પરમિટવાળો દારૂૂ આટલો વેચાયો તો ગેરકાયદે રીતે કેટલો દારૂૂ વેચાયો હશે એ અટકળનો જ વિષય છે.


પ્રોહિબિશન વિભાગ આ અંગે સત્તાવાર રીતે કંઈ પણ બોલવા તૈયાર નથી પણ પોલીસની રહેમનજર હેઠળ દિવાળીના તહેવારોમાં 20 કરોડ રૂૂપિયાનો દારૂૂ ગેરકાયદે રીતે વેચાયો હોવાનું પ્રોહિબિશન વિભાગના સૂત્રો નામ નહીં દેવાની શરતે કહી રહ્યા છે.


પરમિટવાળી હોટલમાંથી દારૂૂનું જે વેચાણ થયું છે તેમાંથી સરકારને 5 કરોડ રૂૂપિયાથી વધારે ટેક્સની આવક થઈ હોવાનું કહેવાય છે. પરમિટવાળા દારૂૂની બોટલ 100 ટકાથી 400 ટકા સુધીનો ટેક્સ લેવામાં આવે છે.
સૂત્રોના દાવા પ્રમાણે, પ્રોહીબિશનના જ કેટલાક અધિકારીઓ વહીવટદાર તરીકે કામ કરીને બીજાની પરમિટનો ઉપયોગ કરીને દારૂૂની બોટલો મેળવી રહ્યા છે. અમદાવાદમાં સી.જી.રોડ, સુભાષ બ્રિજ, મીઠાખળી, કોમર્સ છ રસ્તા, સિંધુ ભવન રોડ, એસ.જી. હાઇવે અને ગાંધીનગરની મળીને 25 હોટલોને લિકરની પરમિટ આપવામાં આવી છે.


દિવાળીના તહેવારો શરૂૂ થતાં જ લિકર પરમિટ ધરાવતા લોકો હોટલોમાંથી દારૂૂની બોટલો અને બિયર લેવા તૂટી પડયા હતા. અમદાવાદની એક હોટલમાંથી તો દિવાળીના તહેવારોમાં એક કરોડનો દારૂૂ વેચાયો હોવાનું કહેવાય છે. મોટા ભાગની લિકર પરમિટ ધરાવતી હોટલોએ તહેવારો દરમિયાન રોજ પાંચથી દસ લાખ રૂૂપિયાની દારૂૂની બોટલોનું વેચાણ કર્યું છે.


દિવાળી બાદ જાહેર રજાઓ આવતી હોવાના કારણે પરમિટ ધારકો દારૂૂ અને બિયરનો સ્ટોક ભરપૂર કરીને બેસી ગયા હતા. બીજી તરરફ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનથી પણ ગેરકાયદે રીતે પણ જંગી પ્રમાણમાં દારૂૂ અમદાવાદમાં ઠલવાયો હતો અને સામાન્ય ભાવ કરતાં બમણા ભાવે દારૂૂનું ખુલ્લેઆમ વેચાણ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version