સસરા કહેતા મારો દીકરો તારામાં શું મોહી ગયો છે તો લગ્ન કરેલા છે, તારા કરતા બીજે લગ્ન કર્યા હોત તો અમને પૈસા મળત
પરિણીતા કોરોના કાળ બાદ કોલકાતા નોકરી કરવા જતા પતિએ મોબાઇલ નંબર બ્લોક કરી દીધો, પતિ સહિતના સાસરિયા સામે ગુનો નોંધાયો
ગુજરાત મિરર, રાજકોટ તા. 12
રાજકોટ શહેરમા રૈયા રોડ ચંદન પાર્ક શેરી નં 6 મા આવેલા અમૃતા એપાર્ટમેન્ટમા રહેતા ધારાબેન પ્રજ્ઞેશભાઇ પાઘડાર (ઉ.વ. 31 ) ને છુટાછેડા આપ્યા વગર પતિ પ્રગ્નેશ પાઘડારે અન્ય યુવતી સાથે લગ્ન કરી લઇ છેતરપીંડી કરતા તેમજ ધારાબેનનાં સાસુ – સસરા, દિયર , તેમજ પતિની અન્ય પત્ની સામે મહીલા પોલીસ સ્ટેશનમા ગુનો નોંધવામા આવ્યો છે. ધારાબેને તેમનાં પતિ પ્રગ્નેશ રમેશભાઇ પાઘડાર , સસરા રમેશ મોહનલાલ, સાસુ જયાબેન રમેશભાઇ, પતિની અન્ય પત્ની પુજા હિતેન્દ્રભાઇ મજેઠીયા , પતિનાં બીજા સસરા હિતેન્દ્રલાલ અમૃતલાલ મજેઠીયા અને કાકાજીનો દીકરો વૈદીક સુરેશભાઇ પાઘડાર સામે ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમા ધારાબેને આક્ષેપો સાથે જણાવ્યુ હતુ કે પોતે હાલ કોલકતામા આવેલી કંપનીમા નોકરી કરે છે. અને 2014 ની સાલમા જેતપુર ખાતે ભરાયેલા કૃષિ મેળામા પ્રગ્નેશની ઓળખાણ થઇ હતી ત્યારબાદ રાજકોટમા યોજાયેલા કૃષિ મેળામા પ્રગ્નેશ સાથે પરીચય થતા તેમણે લગ્નનો પ્રસ્તાવ મુકયો હતો ત્યારબાદ બંને કુટુંબની સહમીતીથી જલવિધી આપવાનુ નકકી થયુ હતુ .
અને ત્યારબાદ 2016 મા બંનેનાં રીત રીવાજ મુજબ લગ્ન થયા હતા . લગ્ન બાદ પ્રગ્નેશનાં માતા પિતાએ મકાન લેવા માટે 1પ લાખની માગણી કરી હતી . અને આ પરીસ્થીતીમા તેમને પૈસા આપી શકાય તેમ ન હોય જેથી પૈસા આપવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ લગ્ન પ્રસંગમા પ્રગ્નેશનાં સગા સબંધીઓ હાજર રહયા ન હતા. અને લગ્ન કરીને બંને સાસુ – સસરાથી અલગ રૈયા રોડ પર આવેલા પોતાનાં ફલેટમા રહેવા જતા રહયા હતા.
આ ફલેટ ધારાબેન અને પ્રગ્નેશનાં નામે સંયુકત દસ્તાવેજ કરાવેલો હતો. પ્રગ્નેશ અગાઉ ખાનગી કંપનીમા નોકરી કરતો હોય ત્યારબાદ પત્ની ધારાએ તેમને સ્પાનો ધંધો શરુ કરી દીધો હતો. વાવડી ગામે સાસુ સસરા સાથે રહેતા ધારાબેનને સસરાએ કહયુ હતુ કે મારો દીકરો તારામ શુ મોહી ગયો છે. માટે તારી સાથે લગ્ન કર્યા છે. તારા માતા પિતા પાસેથી ધંધો કરવા માટે કાઇ પૈસા આવતા નથી . તારા કરતા બીજે કયાક સગપણ કર્યુ હોત તો અમને પૈસા મળ્યા હોત. સાસુ અને સસરાનાં ત્રાસથી એક મહીનામા ધારાબેન ત્રાસી ગયા હતા. અને પ્રગ્નેશે મકાન લેવા માટે માવતરેથી પૈસા લઇ આવવાનુ દબાણ કર્યુ હતુ. આમ ભાઇએ ડાઉન પેમેન્ટનાં 1 લાખ રૂપીયા આપતા બંનેએ સંયુકત નામે રૈયા રોડ પર અમૃતા એપાર્ટમેન્ટમા ફલેટ ખરીદયો હતો. અને ત્યા રહેતા હતા. કોરોના કાળમા ધારાબેન કોઇ પ્રકારથી રાજકોટ આવી રહેવા લાગ્યા હતા. અને ત્યારબાદ લોકડાઉન પુરુ થતા તેઓ ફરી કોલકતા જતા રહયા હતા.
આ દરમ્યાન પ્રગ્નેશે સેક્ધડમા એક કાર ખરીદી હતી. જેની લોન પણ કરાવી હતી. આ કાર લોન તે ભરી ન શકતા તે પૈસા પણ ધારાબેને ચુકવ્યા હતા. ત્યારબાદ ધારાબેને તેમનાં ભાઇને દેવા માટેનાં 1 લાખ રૂપીયા પતિને સાચવવા આપતા પતિએ જુગારમા અને શેર બજારનાં સટામા હારી ગયા હોવાનુ બહાનુ બતાવતો હતો. પતિ અવાર નવાર દારૂ ઢીંચી ઘરે આવતો અને જુગાર રમવા, શેર સટામા રમવુ તેનાથી આવી પ્રવૃતીઓથી ધારાબેન કંટાળી ગયા હતા. અને ઉઘરાણી વાળા ઘરે આવી ધમકીઓ આપતા હતા.
ત્યારબાદ 2021 મા પ્રગ્નેશનાં સ્ટેટસમા એક યુવતીને જોતા ત્યારબાદ ધારાબેને તપાસ કરાવતા પ્રગ્નેશે આ યુવતી જેનુ નામ પુજા હિતેન્દ્રભાઇ મજેઠીયા હોય તેની સાથે લગ્ન કરી લીધાનુ જાણવા મળ્યુ હતુ. અને ધારાબેનનાં મોબાઇલ નંબર તેમના પતિ પ્રગ્નેશે બ્લોકમા નાખી દીધા હતા. આમ તેમનાં પતિ પ્રગ્નેશે ધારાબેનને છુટાછેડા આપ્યા વગર અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતા તેમજ બાકીનાં આરોપીઓએ પ્રગ્નેશની મદદ કરી તેમજ ધારાબેનને ત્રાસ આપ્યો હોવાથી તમામ સામે ગુનો નોંધવામા આવ્યો છે.

