ક્રિકેટના મેદાન પર જ્યારે પણ ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને આવે છે, ત્યારે દુનિયાભરના ક્રિકેટ ચાહકોનો રોમાંચ અને ઉત્તેજના ચરમસીમાએ પહોંચી જાય છે. વર્તમાન સમયમાં બંને દેશો વચ્ચેના સંબંધોને કારણે દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણીઓ સંપૂર્ણપણે બંધ છે. પરિણામે, ક્રિકેટ રસિકોને માત્ર આંતરરાષ્ટ્રીય સ્તરની મોટી ટુર્નામેન્ટમાં જ આ બંને કટ્ટર હરીફ દેશો વચ્ચેની મેચ જોવાનો લહાવો મળે છે.
જો કે, લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ચાહકો માટે એક અત્યંત ખુશખબર સામે આવ્યા છે. ટૂંક સમયમાં જ મેદાન પર ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો જોવા મળી શકે છે. આ મેચમાં ભારતના સ્ટાર ખેલાડી જસપ્રીત બુમરાહ અને પાકિસ્તાનના સાહિબજાદા ફરહાન વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. આ એશિયન ગેમ્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મેચ રમાય તેવી પૂરેપૂરી સંભાવના છે. આનો સીધો અર્થ એ છે કે, આ બંને દેશો ગોલ્ડ મેડલ જીતવા માટે એકબીજા સામે મેદાને ઊતરશે.
2026 એશિયન ગેમ્સની ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 3 ઓક્ટોબરના રોજ રમાવાની છે. ટુર્નામેન્ટના સમીકરણો જોતાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોલ્ડ મેડલ અથવા તો બ્રોન્ઝ મેડલ માટે રોમાંચક મેચ રમાઈ શકે છે. જો કે, બ્રોન્ઝ મેડલ માટે બંને દેશો ટકરાય તેવી શક્યતા નહિવત છે, કારણ કે ભારતીય ટીમનું ફાઇનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. બીજી તરફ, જો પાકિસ્તાનની ટીમ પણ પોતાની સેમિફાઇનલ મેચ જીતવામાં સફળ રહેશે, તો 3 ઓક્ટોબરના રોજ ગોલ્ડ મેડલ માટેના નિર્ણાયક મુકાબલામાં ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને થશે.
