ઉનામાં સરકારી રેકર્ડ ભરેલી 133 પેટીની ભેદી ચોરી

ઉનામાં મામલતદાર કચેરીના કવાર્ટરમાં રાખેલુ સબ રજિસ્ટ્રાર કચેરીનું 4600થી વધુ દસ્તાવેજો અને અન્ય સાહિત્ય ભરેલી પતરાતી 133 જેટલી પેટીઓની ચોરી થઇ જતા ભારે ખળભળાટ મચી…

ઉનામાં મામલતદાર કચેરીના કવાર્ટરમાં રાખેલુ સબ રજિસ્ટ્રાર કચેરીનું 4600થી વધુ દસ્તાવેજો અને અન્ય સાહિત્ય ભરેલી પતરાતી 133 જેટલી પેટીઓની ચોરી થઇ જતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે અને આ સરકારી રેકર્ડની ચોરી કોઇ મલિન ઇરાદા કે કૌભાંડ છૂપાવવાના ઇરાદાથી થયેલ છે કે અન્ય કોઇ હેતુ છે તે અંગે ચર્ચા જાગી છે.

મળતી વિગતો અનુસાર, ઉના મામલતદાર કચેરી ખાતે સબ-રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા સૌરવભાઈ જગદિશભાઈ ચૌહાણે ઉના પોલીસમા નોંધાવેલી સત્તાવાર ફરિયાદમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. એપ્રિલ 2026થી ઉના સબ-રજીસ્ટ્રાર કચેરીનો કિંમતી કાયમી રેકોર્ડ સિંચાઈ વિભાગની કચેરીના પરિસરમાં આવેલા રહેણાંક ક્વાર્ટર નં. 4માં રાખવામાં આવ્યો હતો. આ જ જગ્યાએ મામલતદાર કચેરી તેમજ સિંચાઈ વિભાગનો અતિ મહત્વનો રેકોર્ડ અને અન્ય સામગ્રી પણ રાખેલી હતી. આશ્ચર્યની વાત તો એ છે.

કે,જેપરિસરમાં24કલાકસિંચાઈ વિભાગના કર્મચારીઓ ફરજ પર તૈનાત હોય, ત્યાં જતસ્કરોએ કોઈ પણ જાત ના ડર વગર ક્વાર્ટરનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મોટી ચોરીને અંજામ આપ્યો હતો!
ઘટનાની જાણ 14 સપ્ટેમ્બર 2026ના રોજ સાંજે આશરે 4:50 વાગ્યે થઈ હતી. ઘટનાસ્થળે દોડી ગયા હતા.ઘટના સ્થળનું દ્રશ્ય જોઈને અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા! રેકોર્ડ સંગ્રહ કરવાની જગ્યાએ દરવાજા તોડેલા હતા અને અંદર ઘૂસીને અનધિકૃત રીતે તોડફોડ કરવા માં આવી હતી. અધિકારીઓએ તુરંત જ સમગ્ર સ્થળની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પોતાના મોબાઈલમાં કંડારી લીધી હતી. આસપાસ વેરવિખેર પડેલી ચોરી થયેલી સામગ્રીની આકરણી કરી તેને ફરી ક્વાર્ટરમાં મૂકી નવું તાળું મારી દેવામાં આવ્યું હતું.

ચોરીની ઘટના બાદ જ્યારે સબ-રજીસ્ટ્રાર કચેરીના ભૌતિક રેકોર્ડની ચકાસણી હાથ ધરવામાં આવી, ત્યારે જે આંકડા સામે આવ્યા તેણે તંત્રના પગ તળેથીજમીન ખસકાવી દીધી હતી.ક્વાર્ટરમાં રાખવામાં આવેલા કુલ 4,625 વોલ્યુમમાંથી માલિકી હક્કના અતિ મહત્વના 4,610વોલ્યુમ ચોરાઈ ગયા છે.આ ઉપરાંત, દસ્તાવેજો રાખવા માટેની કુલ 300 પતરાની પેટીઓમાંથી 133 પેટીઓ પણ ગાયબ છે. સરકારી ભાવ મુજબ એક પેટીની કિંમત રૂૂ. 250 ગણતાં, માત્ર પેટીઓની જ કુલ કિંમત રૂૂ. 33,250 થવા જાય છે, જ્યારે તેમાં રહેલા દસ્તાવેજોની કિંમત અમૂલ્ય માનવામાં આવે છે.

આટલી મોટી ચોરી બાદ નાગરિકોમાં પોતાના જમીન-મિલકતના દસ્તાવેજોને લઈને ભારે ચિંતા વ્યાપી ગઈ હતી.જોકે, ચોરી થયેલો તમામ દસ્તાવેજી રેકોર્ડ ગુજરાત સરકારના ઓનલાઈન પોર્ટલ GARVI 2.0 પર સંપૂર્ણપણે ડિજિટલ સ્વરૂૂપે સુરક્ષિત છે. આ ઉપરાંત, ઉના સબ-રજીસ્ટ્રાર કચેરી ખાતે પણ આ તમામ રેકોર્ડ ભૌતિક ડીવીડી (DVD) અને ડિજિટલ બેકઅપ સ્વરૂૂપે ઉપલબ્ધ હોવાથી સામાન્ય જનતાને મોટા પાયે નુકસાન થવાની શકયતા ટળી છે.