મનોરંજન
એનિમલ પાર્ક માટે લાંબી રાહ જોવી પડશે, પાર્ટ-3 પણ આવશે
વર્ષ 2023માં રિલીઝ થયેલી રણબીર કપૂરની ફિલ્મ એનિમલને બોક્સ ઓફિસ પર શાનદાર સફળતા મળી હતી. ત્યારે હવે ફેન્સ આ ફિલ્મના બીજા પાર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે રણબીર કપૂરે ફિલ્મના બીજા પાર્ટને લઈને મોટું અપડેટ શેર કર્યું છે. આ સાથે જ અભિનેતાએ ફિલ્મના ત્રીજા પાર્ટની પુષ્ટિ પણ કરી દીધી છે.
હાલમાં જ રણબીર કપૂર રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચ્યો હતો. જ્યાં અભિનેતાએ ડેડલાઈન સાથે વાતચીતમાં તેની અપકમિંગ ફિલ્મોને લઈને અપડેટ આપ્યું હતું. રણબીર કપૂર એનિમલ પાર્કને લઈને કહ્યું કે, અમે આ ફિલ્મ 2027માં શરૂૂ કરીશું. હાલ થોડો સમય છે. સંદીપ રેડ્ડી વાંગાએ માત્ર આઈડિયા આપ્યો છે કે ફિલ્મ કેવી બનાવવા માંગે છે. આ ત્રણ પાર્ટ્સમાં બનવાની છે. બીજા પાર્ટનું નામ એનિમલ પાર્ક છે. અમે પ્રથમ ફિલ્મ પર વાત કરી રહ્યા છે અને ચર્ચા કરી રહ્યા છે કે તેને કેવી રીતે આગળ લઈ જવા માંગીએ છે. આ ઘણું જ એક્સાઈટિંગ છે કારણ કે હું હીરો અને વિલન બંને રોલ કરીશ. હું આ ફિલ્મનો ભાગ બનીને ઘણો જ ખુશ છું.
સંદીપ રેડ્ડી વાંગા નિર્દેશિત ફિલ્મ એનિમલમાં રણબીર કપૂરની સાથે રશ્મિકા મંદાના, બોબી દેઓલ, તૃપ્તી ડિમરી અને અનિલ કપૂર જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ રિલીઝ સાથે જ ઘણી ચર્ચામાં રહી હતી.