આંતરરાષ્ટ્રીય

OpenAIની પોલ ખોલનારા સુચિર બાલાજીનો મૃતદેહ ફ્લેટમાંથી મળ્યો: આત્મહત્યાની આશંકા

Published

on

ચેટજીપીટીને ડેવલપ કરનારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની ઓપનએઆઈ (openAI)ના 26 વર્ષીય પૂર્વ રિસર્ચર સુચિર બાલાજી તેમના સાન ફ્રાન્સિસ્કોના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા. સુચિર બાલાજીએ તાજેતરમાં openAIની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઊઠાવ્યા હતા. સાન ફ્રાન્સિસ્કો પોલીસના જણાવ્યાનુસાર, આ ઘટના 26મી નવેમ્બરે બની હતી અને 14મી ડિસેમ્બરે સામે આવી છે.


અહેવાલો અનુસાર, સુચિર બાલાજીએ છેલ્લા કેટલાક દિવસોથી તેના મિત્રો અને સહકર્મીઓના ફોન કોલનો જવાબ આપ્યો ન હતો અને તે ઘરની બહાર પણ આવ્યો ન હતો. જ્યારે તેના મિત્રો અને સહકર્મીઓ ચિંતા વ્યક્ત કરીને તેના ફ્લેટ પર પહોંચ્યા તો દરવાજો અંદરથી બંધ હતો. ત્યારબાદ તેમણે સાન ફ્રાન્સિસ્કો પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને દરવાજો તોડી અંદર જઈને સુચિરનો મૃતદેહ મળ્યો હતો.


પોલીસના જણાવ્યાનુસાર, પ્રાથમિક તપાસમાં કોઈ પુરાવા મળ્યા નથી અને હાલમાં આ મામલો આપઘાત કર્યો હોવાની આશંકા છે. પોલીસે હાલમાં આ મામલે વધુ માહિતી આપવાનો ઈન્કાર કર્યો છે.


સુચિરે બાલાજીએ ઓપનએઆઈ પર તેના જનરેટિવ એઆઈ પ્રોગ્રામ, ચેટજીપીટીને તાલીમ આપવા માટે યોગ્ય પરવાનગી વિના કોપીરાઈટ સામગ્રીનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.


તેમણે ChatGPT જેવી ટેક્નોલોજી ઈન્ટરનેટને નુકસાન પહોંચાડી રહી છે કારણ કે તે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ સામગ્રીનો કોઈપણ અધિકાર વિના ઉપયોગ કરે છે.


ઓપનએઆઈ સામે સુચિરે અનેક ગંભીર આરોપ લાગાવ્યા હતા, જેમાં લેખકો, પત્રકારો અને પ્રોગ્રામરોનો સમાવેશ થાય છે તેમણે દાવો કર્યો હતો કે, મારી કોપીરાઈટ કરેલી સામગ્રીનો ગેરકાયદે ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનાથી કંપનીની એઆઈ ક્ષમતાઓમાં વધારો થયો હતો.


વર્ષ 2020માં સુચિરે બાલાજી ઓપનએઆઈમાં જોડાયા અને લગભગ 4 વર્ષ સુધી કંપનીમાં કામ કર્યું. તે ૠઙઝ-4 અને ઠયબૠઙઝ જેવા પ્રોજેક્ટનો ભાગ હતો, જેણે કંપનીની શોધ ક્ષમતાઓને સુધારી. તેમણે એઆઈના ક્ષેત્રમાં ઘણાં મહત્ત્વપૂર્ણ પાસાઓ પર કામ કર્યું, પરંતુ તેમની સૌથી મોટી ટીકા એ હતી કે ઓપનએઆઈ તેની પોતાની તકનીકો વિકસાવવા માટે અન્યની સામગ્રીનો દુરુપયોગ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version