રાષ્ટ્રીય

કાશ્મીરમાં આતંકીઓના આશ્રયદાતાઓની ખેર નથી, મિલકતો ઉપર ફેરવાશે બુલડોઝર

Published

on

સ્થાનિક લોકો અને પ્રશાસન એક થાય તો આતંકવાદનો સફાયો: મનોજસિંહા

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ મંગળવારે ચેતવણી આપી કે આતંકવાદીઓને આશ્રય આપનારાઓના ઘરને તોડી પાડવામાં આવશે. તેમણે લોકોને આતંકવાદના ગુનેગારો સામે એકતા સાથે ઊભા રહેવા હાકલ કરી. તેમણે કહ્યું કે જો સુરક્ષા દળો, કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન અને લોકો એક થઈ જાય તો એક વર્ષમાં જ આ વિસ્તારમાંથી આતંકવાદનો સફાયો થઈ શકે છે.


ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમને સંબોધતા લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું, મેં સુરક્ષા દળોને નિર્દેશ આપ્યો છે કે કોઈ નિર્દોષને નુકસાન ન પહોંચાડે, પરંતુ ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં. જો કોઈ આતંકવાદીઓને આશ્રય આપશે તો તેના ઘરને જમીનદોસ્ત કરી દેવામાં આવશે. આ અંગે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. સિન્હાએ કહ્યું કે કેટલાક લોકો એવા નિવેદનો આપે છે કે જેઓ આતંકવાદીઓને આશ્રય આપનારાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. તેમણે કહ્યું, જો કે આ અત્યાચાર નથી, પરંતુ ન્યાયની માંગ છે અને આવો ન્યાય ચાલુ રહેશે.


સિન્હાએ કહ્યું કે, આપણો પાડોશી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ તેનાથી અમને ચિંતા નથી, બલ્કે અહીંના લોકો તેમના નિર્દેશ પર આવું કરી રહ્યા છે, આ ચિંતાનો વિષય છે. આવા લોકોની ઓળખ કરવી એ માત્ર સુરક્ષા દળો અને પ્રશાસનનું કામ નથી, પરંતુ લોકોનું પણ કામ છે.થ તેમણે કહ્યું કે જો લોકો આતંકવાદીઓને આશ્રય આપે છે અને કહે છે કે અમે તેમની સાથે અન્યાય કરી રહ્યા છીએ, તો તે યોગ્ય નથી.


જમ્મુ અને કાશ્મીરના લોકોને આતંકવાદ વિરુદ્ધ ઊભા રહેવાનું આહ્વાન કરતાં સિંહાએ ત્યાં ઉપસ્થિત લોકોને પૂછ્યું કે શું કોઈને એ લોકોની હત્યા કરવાનો અધિકાર છે, જે આ પ્રદેશમાં કનેક્ટિવિટી સુધારવા માટે કામ કરે છે. તેમણે ગંદેરબલ જિલ્લાના ગગનગીર વિસ્તારમાં ટનલ નિર્માણ સ્થળ પર 20 ઓક્ટોબરે આતંકવાદીઓ દ્વારા એક સ્થાનિક ડોક્ટર અને છ પરપ્રાંતીય મજૂરોની હત્યાનો દાખલો આપ્યો હતો.


લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું, પજો લોકો આવા તત્વો વિરુદ્ધ ઉભા નહીં થાય તો આ સ્થિતિ ક્યારેય બદલાશે નહીં. હું માનું છું કે જે લોકો માત્ર ઔપચારિકતા ખાતર નિવેદનો આપે છે તેઓ તેમના (આતંકવાદી) કરતા પણ ખરાબ છે.થ તેમની આ ટિપ્પણી ઘાટીમાં આતંકવાદ સંબંધિત ઘટનાઓમાં વધારા વચ્ચે આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version