ગુજરાત

મોરબીમાં પણ PM-JAY યોજનામાં કૌભાંડની આશંકા

Published

on

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેએવાય યોજનાનો લાભ મેળવવા માટે તબીબોએ એક સાથે અનેક દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી કરી નાખવાની ચકચારી ઘટના બાદ રાજ્યની અનેક હોસ્પિટલો શંકાના ઘેરામાં આવી ગઈ છે ત્યારે મોરબી સહિત અનેકે શહેરમાં બ્રાન્ચ ધરાવતી આયુષ હોસ્પિટલમાં છેલ્લા 20 મહિનામાં 11,393 દર્દીઓને સારવાર આપી 34 કરોડથી વધુના ક્લેઈમ મંજુર કરવા મામલે કંઈક અજુગતું તો નથી બન્યુંને એવી આશંકાએ જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશ આપી જરૂૂર પડ્યે ગાંધીનગરથી ટીમોને તપાસ માટે બોલાવવામાં આવશે તેવું જાહેર કર્યું હતું.


મોરબીના જુના બસસ્ટેન્ડ પાસે આવેલ આયુષ હોસ્પિટલમાં એપ્રિલ 2023થી માર્ચ 2024 દરમિયાન 7786 દર્દીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત વિવિધ સારવાર આપી હોસ્પિટલ દ્વારા રૂૂપિયા 25 કરોડ 19 લાખ 49 હજાર 869ની રકમનું ચુકવણું કરવામાં આવ્યું હતું. એ જ રીતે એપ્રિલ 2024થી નવેમ્બર 2024 દરમિયાન આયુષ હોસ્પિટલ દ્વારા 3607 ક્લેઇમ કરી રૂૂપિયા 13 કરોડ 68 લાખ 28 હજાર 460ની રકમ મળી 20 જ મહિનાના સમયગાળામાં કુલ રૂૂપિયા 34 કરોડ 86 લાખ 44 હજાર 157ની રકમ મેળવી લેતા સમગ્ર મામલે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.બીજી તરફ મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીએ જણાવ્યું હતું કે, ગરીબ માણસ ગંભીર બીમારીની સ્થિતિમાં દેવામાં ન આવી જાય તેવા ઉમદા હેતુથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં મૂકી ગરીબ દર્દીઓને 5 લાખ સુધીની સારવાર મળે તે માટે વ્યવસ્થા ગોઠવી છે ત્યારે ગરીબના નામે કૌભાંડ કરવામાં આવે કે ગરીબ દર્દીઓની જાણ બહાર આવી કોઈ કામગીરી કરવામાં આવી હશે તો કોઈને પણ નહીં છોડવામાં આવે તેમ જણાવી મોરબીની આયુષ હોસ્પિટલ મામલે તપાસ શરૂૂ કરાવી હોવાનું અને જરૂૂર પડ્યે ગાંધીનગરથી ટીમો બોલાવી તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version