ગુજરાત
આટકોટ રામેશ્ર્વર મંદિરની દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી
આટકોટ ગાયત્રી નગરમાં આવેલા રામેશ્વર મહાદેવ મંદિરની દાન પેટીમાંથી તસ્કરોએ આજે ધનતેરસના દિવસે જ ધનલાભ મેળવ્યો હતો. જો કે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી. આટકોટના ગાયત્રી નગરમાં આવેલ સત્ય વિજય હનુમાન મંદિરમાં ચોરીનો બનાવ બન્યો હતો. મોડી રાત્રે મંદિરમાં રહેલી દાન પેટીની તસ્કરોએ ચોરી કરી હતી અને તેમાં રહેલી તમામ રોકડ રકમ ઉઠાવી ગયો હતો.
જો કે આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી અને આટકોટ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરના સગડ મેળવવા તજવીજ શરૂૂ કરી છે. સીસીટીવીમાં એક તસ્કર માથે કોથળી પહેરીને અંદર આવતો નજરે પડે છે અને લંગડાતો ચાલવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો કે દાનપેટીમાં કેટલી રકમ હતી એે પુજારીને ખ્યાલ નથી, તસ્કર ઝડપાયા પછી જ તે રકમનો ખ્યાલ આવશે.