જામનગરના માધેશ્ર્વર મહાદેવ મંદિરની દાનપેટીમાંથી ચોરી

દાનપેટી તોડી 15 હજારની રોકડ રકમની ઉઠાંતરી જામનગર શહેરના માધવબાગ-1 વિસ્તારમાં આવેલા માધેશ્વર મહાદેવ મંદિરમાંથી દાનપેટી તોડી રોકડ રકમની ચોરી થયાની ઘટના સામે આવી છે.…

દાનપેટી તોડી 15 હજારની રોકડ રકમની ઉઠાંતરી

જામનગર શહેરના માધવબાગ-1 વિસ્તારમાં આવેલા માધેશ્વર મહાદેવ મંદિરમાંથી દાનપેટી તોડી રોકડ રકમની ચોરી થયાની ઘટના સામે આવી છે. બનાવ અંગે સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ ફરિયાદ મુજબ માધવબાગ-1, શેરી નં. 3 ખાતે રહેતા અને માધેશ્વર મહાદેવ મંદિરમાં પૂજારી તરીકે સેવા આપતા કેશવદાસ હીરાદાસ કાપડી (ઉ.વ. 60) દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ અનુસાર તા. 29/06/2026ના રોજ રાત્રે આશરે 20:45 વાગ્યે મંદિર બંધ કરીને તેઓ ઘરે ગયા હતા. ત્યારબાદ તા. 30/06/2026ના રોજ સવારે આશરે 05:00 વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યો ચોર મંદિરની દિવાલ ટપીને અંદર પ્રવેશ્યો હતો.

ચોરે મંદિરની દાનપેટી તોડી તેમાં રહેલી આશરે રૂૂ. 15,000ની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસને માહિતી આપવામાં આવી હતી. આ બનાવ અંગે સીટી ‘સી’ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 305(એ) અને 331(4) હેઠળ ગુનો નોંધી પોલીસે અજાણ્યા ચોરને ઝડપી પાડવા તપાસ શરૂૂ કરી છે.