ચુડાસમા પ્લોટમાં ઝોમેટો કર્મચારીના ઘરમાં થયેલી ચોરીનો ભેદ ખુલ્યો: પિતાની ધરપકડ, પુત્રી ફરાર

આમ્રપાલી પાસે ચુડાસમા પ્લોટ મેઇન રોડ ઉપર રહેતા ઝોમેટો મા ફુડ ડિલેવરી બોય તરીકે નોકરી કરતા યુવાનના માત્ર 10 મિનીટ બંધ પડેલા મકાન માંથી રોકડ…

આમ્રપાલી પાસે ચુડાસમા પ્લોટ મેઇન રોડ ઉપર રહેતા ઝોમેટો મા ફુડ ડિલેવરી બોય તરીકે નોકરી કરતા યુવાનના માત્ર 10 મિનીટ બંધ પડેલા મકાન માંથી રોકડ અને દાગીના સહીત રૂૂ.29 હજારની ચોરી થઈ હતી,જેનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાખી ચોરીમાં સંડોવાયેલ પિતા-પુત્રીની ઓળખ કરી હતી.જેમાં પિતાની ધરપકડ કરી છે. જયારે પુત્રીની શોધખોળ શરૂૂ કરી છે.

મળતી વિગતો મુજબ આમ્રપાલી પાસે ચુડાસમા પ્લોટ મેઇન રોડ ઉપર રહેતા ઝોમેટો મા ફુડ ડિલેવરી બોય તરીકે નોકરી કરતા યુવાનના દિપકભાઇ કાનજીભાઈ પરમાર ગઈ તા.02/04/2026 ના સાંજના સાડા પાચેક વાગ્યાની આસપાસ ઘરે સુતો હતો અને પત્ની હેતલે મને જગાડ્યો અને મને કહેલ કે હુ પાચેક વાગ્યે આપડા ઘર થી આગળ આવેલ ખોડીયાર ડેરી ખાતે દુધ લેવા ગયેલ હતી અને તમે સુતા હતા. અને પરત આવેલ તો આ રૂૂમમા રહેલ લોખંડના કબાટ મા રહેલ કપડા કોણે નીચે ના ખી દીધા છે અને કબાટના ખાનામાથી દાગીના અને રોકડ મળી કુલ કિં.રૂૂ.29700ની મત્તા કોઈ ચોરી ગયું હતું.

આ ચોરીમાં ક્રાઈમ બ્રાંચે તપાસ કરતા બચુભાઈ ઉર્ફે જાડો રામુભાઈ ચાડમીયા અને તેની પુત્રી સપના બચુભાઈ ઉર્ફે જાડો રામુભાઈ ચાડમીયાની સંડોવણી હોવાનું ખુલ્યું હતું જેમાં બચુભાઈ ચાડમીયાની જામનગર રોડ પથિકાશ્રમ પાસ થી ધરપકડ કરી રૂૂ. 12700નો મુદ્દમાલ કબજે કર્યો હતો.

ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.આર.ગોંડલીયા,એમ.એલ.ડામોર,સી.એચ.જાદવ સાથે પીએસઆઈ વી.ડી.ડોડીયા , એ.એસ.આઇ. અમીતભાઇ અગ્રાવત , દિગ્પાલસિંહ જાડેજા , દિપકભાઇ ચૌહાણ, રાજેશભાઇ જળુ, પ્રદિપસિંહ જાડેજા, જયરાજસિંહ કોટીલા, ધારાભાઈ વાનરીયા, સંજયભાઇ રૂૂપાપરા, રાહુલભાઈ ગોહેલ તથા મહીલા પોલીસ કોન્સ્ટેબલ દિપલબેન ચૌહાણ, ત્રિપદાબેન ભટ્ટ, શિલ્પાબેન વિરજા, દિવ્યાબેન ચૌહાણએ કામગીરી કરી હતી.