Site icon Gujarat Mirror

સોમનાથ સમુદ્ર તટે આવેલ મારુતિ હાટની દુકાનમાં ચોરી

24 કલાકનો પહેરો છતાં ચોરીની ઘટનાથી આશ્ર્ચર્ય

સોમનાથ મંદિર દરિયા ટ્રસ્ટ પોલી સિક્યુરિટી અને સોમનાથ ટ્રસ્ટ ચોકીદારોનો બંદોબસ્ત હોવા છતાં દુકાનોમાં વારંવાર ચોરીઓ થતી રહે છે વિગત એમ છે કે સોમનાથ દરિયા ચોપાટી ઉપર આવેલ મારુતિ હાટની ઇમિટેશન દુકાનમાંથી રોકડા રૂૂપિયા 80000 ની ચોરી થવા પામેલ છે.

સોમનાથ મંદિર સામેના દુકાનદારોને વિશ્વાસ અને સલામતીની ખાતરી આપી સોમનાથ દરિયા ચોપાટી ખાતે મારુતિ હાટમાં દુકાનોમાં ફેરવવામાં આવેલ છે આ ચોપાટી ઉપર સોમનાથ સુરક્ષા પોલીસ અને સોમનાથ મંદિર ટ્રસ્ટનો સલામતી સ્ટાફનો 24 કલાકનો પહેરો હોવા છતાં દુકાનમાં ચોરી થવા પામેલ છે આજથી દુકાનદારે પોલીસ ફરિયાદ નોંધવા દુકાનદાર ડાયા માંડા સોલંકી એ પ્રભાસ પાટણ પોલીસ પર અરજી આપેલ છે.

આ દુકાનો ના વિસ્તારમાં વારંવાર નાની મોટી ચોરીઓ અવારનવાર થતી રહે છે પરંતુ કોઈ તપાસ કે પકડાતું નથી જેની સોમનાથ અને પોલીસ તંત્ર યોગ્ય કાર્યવાહી કરવી જરૂૂરી છે

Exit mobile version