Site icon Gujarat Mirror

મહિલા તબીબના ઘરે થયેલ ચોરીનો ભેદ ખુલ્યો : હોસ્પિટલમાં ચોરી કરનાર શખ્સ ઓળખાયો

શહેરના જાગનાથ પ્લોટમા રહેતા મહીલા તબીબનાં ઘરેથી ચાંદીનાં વાસણોની થયેલી ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચ ઉકેલી નાખ્યો છે તેમજ વિધાનગર મેઇન રોડ પર દેવ હોસ્પીટલમા થયેલ 80 હજારની રોકડની ચોરીમા તસ્કર ઓળખાય જતા તેની ધરપકડ માટે તજવીજ કરાઇ છે. શહેરમાં ધોળા દિવસે વધુ બે ચોરીના બનાવો બન્યા છે. જેમાં વિદ્યાનગર મેઈન રોડ ની ખાનગી હોસ્પિટલ તથા જાગનાથ પ્લોટના રહેણાંક મકાનમાંથી ચોરી થયાની ફરિયાદ નોંધાતા પોલીસે વિશેષ તપાસ આદરી છે ભકિનગર સ્ટેશન પ્લોટ પાસે રહેતા અને વિદ્યાનગર મેઈન રોડ પર આવેલ દેવ હોસ્પિટલમાં મેનેજમેન્ટ મેનેજર તરીકે નોકરી કરતા વિશાલભાઈ યોગેશભાઈ રાવલે એ ડીવીઝન પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે કેશ કાઉન્ટર સંભાળતા દિવ્યાબેન સોલંકીએ દિવસ દરમ્યાન થયેલા બિલનો હિસાબ રૂૂ.80 હજાર ક્રેશ કાઉટરના ડોવરમાં રાખેલ હતો.

બાદ ગઈકાલ સવારે પરત નોકરીએ આવી ક્રેશ કાઉટર જોતા તેના ડ્રોવરનો લોક તૂટેલ હતો. અને તેમાં રાખેલ રૂૂ.80 હજાર જોવા ન મળતા કોઈ તસ્કરો દર્દીના સ્વાંગમાં આવી રૂૂ.80 ચોરી ફરાર થઈ ગયાનું જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. જેમા ચોરી કરનાર શખસ ઓળખાય જતા તેને પકડવા તજવીજ હાથ ધરાઇ છે.

તેમજ જુના જાગનાથ પ્લોટમાં રહેતા ડો.ધરાબેન પથીકભાઈ ધોળકીયાએ પ્ર.નગર પોલીસમા નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત. 25ના તેણી કામ અર્થે બહાર ગયા હતા. સાંજે પરત આવી ડાઈનીંગ ટેબલે રાખેલ ચાંદીની બે થાળી તથા એક ચાંદીનો ગ્લાસ જોવા ન મળતા સાસુ અને કામવાળા બહેનને પુછતા તેને કોઈ જાણ ન હોવાનું કહ્યું હતું. જેથી તેણીએ કેમેરા તપાસતા કોઈ અજાણી મહિલા ચોરી કરી ગઈ હોવાનું કેદ થઈ હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચની ટીમે ખટારા સ્ટેન્ડ બ્રીજ નીચેથી મીયાણાવાસમાં રહેતી હંસા ચુની મનજી સોલંકીને ચાંદીની થાળી 2, ચાંદીનો ગ્લાસ, ચાંદીના દિવેલીયા સહિત રૂૂ.59 હજારના મુદામાલ સાથે પકડી લઈ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા સાથે અધીક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા અને ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની સુચનાથી એસીપી બી. બી. બસીયાનાં માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ. આર ગોંડલીયા , એમ એલ. ડામોર, સી. એચ જાદવની ટીમનાં પીએસઆઇ એ. એન પરમાર, એમ. કે. મોવલીયા, એસ વી. ચુડાસમા સાથે વિજયરાજસિંહ જાડેજા, રણજીતસિંહ પઢારીયા, અશોકભાઇ કલાલ, જયદેવસિંહ પરમાર, પ્રતિકસિંહ રાઠોડ , સંજયભાઇ ખાખરીયા, તુલસીભાઇ ચુડાસમા , અનુજ ડાંગર, પ્રશાંત ચુડાસમા મયુરધ્વજસિંહ જાડેજા સાથે મહીલા કોન્સ શિલ્પાબેન વીરજા, ત્રિપદાબેન ભટ્ટ અને દીપાલીબેન ચૌહાણે કામગીરી કરી હતી.

Exit mobile version