રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં 150 ફૂટ રીંગ રોડ પરના સમર્પણ કોમ્પલેક્ષમાં આવેલી ‘ઈશ્વર મોબાઈલ’ નામની દુકાનમાં ગત તા. 16 જુલાઈ 2026ના રોજ ચોરીનો બનાવ બનવા પામ્યો હતો. અજાણ્યા ઈસમો દ્વારા દુકાનના આગળના ભાગે આવેલો કાચનો મેઈન દરવાજો તોડીને ગેરકાયદેસર રીતે અંદર પ્રવેશ કરી ચોરી કરવામાં આવી હતી. આ ચોરીમાં દુકાનમાંથી વિવો કંપનીનો મોબાઈલ ફોન, ડેટા કેબલ અને એડપ્ટર મળીને કુલ 45,500 રૂૂપિયાનો મુદ્દામાલ ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા.
દુકાનદારની ફરિયાદના આધારે ગાંધીગ્રામ પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો.આ મિલ્કત સંબંધી ગુનાને ઉકેલવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, નાયબ પોલીસ કમિશનર ઝોન-2 રાકેશ દેસાઈ તથા મદદનીશ પોલીસ કમિશનર આર.એસ. બારીઆએ ગુનો તાત્કાલિક ઉકેલવા અને મુદ્દામાલ રિકવર કરવા માટે કડક સૂચનાઓ આપી હતી. પોલીસ ઈન્સ્પેક્ટર એચ.પી. ગઢવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પીએસઆઈ એસ.વી. ગોહિલ તથા તેમની ટીમે પેટ્રોલીંગ અને બાતમીદારોના નેટવર્કને સક્રિય કર્યું હતું. આ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ રવિભાઈ ગઢવી, રોહિતદાન ગઢવી અને શબ્બીરખાન મલેકને મળેલી સચોટ બાતમીના આધારે છોટુનગર મેઈન રોડ પરથી અનીલભાઈ રામાભાઈ રાઠોડ અને તેનો સગીર પુત્રને પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા ચોરીનો સમગ્ર ભેદ ઉકેલાઈ ગયો હતો. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલ વિવો મોબાઈલ અને અન્ય એસેસરીઝ સહિત કુલ 45,500 રૂૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ સફળ ઓપરેશનમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારીઓ જેમાં એ.એસ.આઈ ચેતનસિંહ ગોહિલ,રઘુભા જાડેજા,ભવદીપસિંહ ગોહિલ અને અન્ય સ્ટાફે નોંધપાત્ર કામગીરી બજાવી છે.
