ગુજરાત
મકાન બાબતે ઝઘડો થતાં પત્નીએ પતિને કૂકરના ઢાંકણાંથી ફટકાર્યો
શહેરના ભગવતીપરામાં આવેલી જય નંદનવન સોસાયટીમાં રહેતા અમુભાઇ જેસંગભાઇ લોખીલ (ઉ.વ.51)નામના આજે ગઇકાલે રાત્રે દસ વાગ્યાના આરસામાં તેના ઘરે હતા ત્યારે તેની પત્ની નીમાબેને કૂકરના ઢાંકણા વડે માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં અમુભાઇ ડ્રાઇવિંગ કામ કરે છે. પત્ની સાથે મકાન બાબતે ઝઘડો થતા પત્નીએ ઉશ્કેરાઇ જઇ કૂકરનો ઢાંકણું ફટકારી દીધું હતું. જ્યારે બીજા બનાવમાં ભગવતીપરા શેરી નં.1માં રહેતો અક્રમ ઇસ્માઇલ સર્વદી (ઉ.વ.34) નામનો યુવાન ગઇકાલે ઘર પાસે હતો ત્યારે તેના ભાઇ એજાજે છરી વડે બેઠકના ભાગે માર મારતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.