Site icon Gujarat Mirror

બ્રહ્મસમાજ ચોકમાં ખાનગી બસના વ્હીલ બાઈક સવારનાં હાથ પર ફરી વળ્યા

રાજકોટ શહેરના રૈયા રોડ પર બ્રહ્મ સમાજ ચોક પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક ચાલક યુવાન હનુમાન મઢી ચોકથી રૈયા ચોકડી તરફ જતો હતો.ત્યારે જય દ્વારકાધીશ લખેલી ખાનગી ટ્રાવેલ્સની બસે ઠોકરે લેતા યુવાનના બંને હાથ પર બસના ટાયર ફરી વળ્યાં હતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા એક હાથ ગુમાવ્યો હતો.આ ઘટનામાં યુવકના પિતાની ફરિયાદ પરથી બસના ચાલક સામે ગુનો નોંધાયો હતો.

વધુ વિગતો મુજબ,નાણાવટી ચોક પાસે સતાધાર-2 માં રહેતા સ્મિત જૈમિનભાઈ દવે(ઉ.27) ગઈ તારીખ 8 ના રોજ સાંજના સમયે હનુમાન મઢી ચોકથી રૈયા ચોકડી તરફ સ્મિત બાઈક લઈને જતો હતો ત્યારે એક ખાનગી બસના ચાલકે સ્મિતને ઠોકર મારી હતી જેથી સ્મિત તેના બાઈક પરથી નીચે પડી ગયો હતો અને બસના બંને તોતિંગ ટાયર તેમના બંને હાથ પર ફરી વળ્યાં હતા.

તેમજ બંને હાથ અને મોઢા પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને ઘવાયેલી હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.અકસ્માત સર્જનાર બસ પર જય દ્વારકાધીસ લખેલું હતું.ઘવાયેલા સ્મિતનો એક હાથ કાપવો પડ્યો હતો.જેથી તેમણે એક હાથ ગુમાવ્યો હતો.આ ઘટનામાં હાલ સ્મિતની હાલત બહુ ગંભીર છે.તેમજ જૈમીનભાઈ નિરંજનભાઈ દવેની ફરિયાદ પરથી બસના ચાલક સામે ગુનો નોંધાયો હતો.

Exit mobile version