ગુજરાત

ભાજપના આંતરિક જૂથવાદનો વાઇરસ વકીલોને વળગ્યો

Published

on

બાર એસો.ની ચૂંટણીમાં ભાજપના જ ત્રણ જૂથોએ ખાંડા ખખડાવ્યા

ચૂંટણીના કાવાદાવાના માહિર જૂના જોગીઓએ પદડા પાછળથી ખેલ માંડયો

કોનો પ્રચાર કરવો અને કોનો ન કરવો? ભાજપના નેતાઓ પણ મુંઝાયા

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીનો માહોલ દર વર્ષે વિધાનસભા અને સંસદ સભા જેવો જોવા મળે છે અને ભાજપમાં ચાલતા ચાલતો જૂથવાદ વકીલોને વળગ્યો હોય તેમ છેલ્લા કેટલાક સમયથી બાર એસોસિયેશનની ચૂંટણીમાં પણ ભાજપ પ્રેરિત વકીલોના બે જૂથ વચ્ચે ચૂંટણી જંગ જામે છે પરંતુ ભાજપમાં ચાલતો આંતરિક વિખવાદ વકર્યો હોય તેમ આ વર્ષે ભાજપ પ્રેરિત વકીલોના ત્રણ જૂથ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. બાર એસોસીએશનની ચૂંટણીના કાવા દાવાના માહિર અને ચોગઠા ગોઠવનારા ભાજપના અગ્રણી વકીલોએ પડદા પાછળથી ખેલ માંડ્યો છે અને આડકતરી રીતે ટેકો આપી પોતપોતાની પેનલને મેદાનમાં ઉતારી છે. ભાજપ પ્રેરિત વકીલોના ત્રણેય જૂથ વચ્ચે વર્ચસવની લડાઈ જમતા ચૂંટણીનો માહોલ ગરમાયો છે. બાર એસોસીએશનની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત વકીલોના ત્રણ જૂથ સામસામે આવી જતા ભાજપ અગણીઓ પણ કોના માટે પ્રચાર કરવો અને કોના માટે પ્રચાર ન કરવો તેવી મુંઝવણમાં મુકાયા છે.


રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપ પ્રેરિત વકીલોના જ બે જૂથ ચૂંટણી જંગમાં સામસામે ટકરાતા હોવાથી રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં દર વર્ષે વિધાનસભા અને સાંસદસભાની ચૂંટણી જેવો માહોલ જોવા મળે છે.


ત્યારે આ વર્ષે પણ રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણી જાહેર થતા જ ચૂંટણી લડવા ઉત્સુક ઉમેદવારોએ સોશિયલ મીડિયામાં ઉમેદવારી જાહેર કરતી પોસ્ટ વાયરલ કરી વકીલ મતદારોને આકર્ષવા પ્રચાર શરૂૂ કરી દીધો હતો. રાજકોટ બાર એસોસિયેશનની ચૂંટણીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન દર વર્ષની માફક આ વર્ષે પણ ભાજપમાં ચાલતા જૂથવાદે દેખા દીધી છે. દર વર્ષે ભાજપ પ્રેરિત વકીલોના બે જૂથ વચ્ચે વર્ચસ્વની લડાઈ થતી હતી. પરંતુ ભાજપમાં ચાલતો આંતરિક જુદવાદ શરમસીમાએ પહોંચ્યો હોય તેમ આ વર્ષે ભાજપ પ્રેરિત વકીલોના ત્રણ ભાગલા પડ્યા છે. અને ત્રણેય જૂથે પોત પોતાની અલગ અલગ ત્રણ પેનલને ચૂંટણી મેદાનમાં ઉતારતા ચકચાર મચી જવા પામી છે.


રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ દ્વારા દર વર્ષે પોતાની પેનલને ચૂંટણી લડવામાં આવે છે. પરંતુ ગત વર્ષે શહેર ભાજપ લીગલ સેલે પોતાની પેનલને ચૂંટણીનો જંગ જીતાડવા એડીચોટીનું જોર લગાવ્યું હતું અને પૂર્વ રાજ્યપાલ અને ધારાસભ્યો સહિતના ભાજપના આગેવાનોને ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા હતા. તેમ છતાં પણ રાજકોટ બાર એસોસીએશનનો પ્રમુખ પદનો તાજ સર કરવામાં નિષ્ફળ રહી હતી.


ચૂંટણીના કાવાદાવાના માહિર ગણાતા ભાજપ પ્રેરિત બંને જૂથના અગ્રણી વકીલો પોતાની આબરૂૂ બચાવવા અને મવડી મંડળ સુધી વકીલો વચ્ચે ચાલતા જૂથવાદની ફરિયાદ ના પહોંચે તે માટે પડદા પાછળથી ખેલ માંડ્યો છે અને પોત પોતાની પેનલોને સમર્થન જાહેર કરી દીધું છે જેમાં ભાજપ લીગલ સેલની ટીમે કાર્ય દક્ષ પેનલને આડકતરી રીતે સમર્થન જાહેર કર્યું છે જ્યારે ભાજપ અગ્રણી અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપ પટેલ દ્વારા પરેશ મારૂૂની સમરસ પેનલને ખુલ્લીને ટેકો આપ્યો છે જ્યારે ગત વર્ષે ભાજપ લીગલ સેલની પેનલને કારમો પરાજય આપી પ્રમુખ પદનો તાજ હાંસિલ કરનાર બકુલ રાજાણીએ પણ પોતાની પેનલને ચૂંટણી મેદાનમાં ઉતરતા ખરાખરીનો જંગ જામ્યો છે. અને ભાજપ પ્રેરિત વકીલોના ત્રણેય જૂથ પોતાની આબરૂૂ બચાવવા અને બાર એસોસીએશનની ચૂંટણીનો જંગ જીતવા એડીચોટીનું જોર લગાવ્યું છે. ત્યારે ભાજપ અગણીઓ અને નેતાઓ પણ કોના માટે પ્રચાર કરવો અને કોના માટે પ્રચાર ન કરવો તેવી મુંઝવણમાં મુકાયા છે.

લીગલ સેલે આબરૂ બચાવવા ચૂંટણી મેદાન છોડ્યું

રાજકોટમાં ચૂંટણીમાં દર વર્ષે દ્વારા પોતાની પેનલ ને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે છે પરંતુ ગત વર્ષે વર્તમાન પ્રમુખ બકુલ રાજાણી સામે હારનો સ્વાદ ચાખનાર ભાજપ લીગલ સેલ પોતાની આબરૂૂ બચાવવા આ વખતે ચૂંટણી મેદાન છોડ્યું હોય તેવું ચર્ચા રહ્યું છે તો બીજી તરફ એવું પણ જાણવા મળ્યું છે કે લીગલ સેલ દ્વારા પેનલ ઉતારવામાં આવે તો ઢગલાબંધ દાવેદાર ચૂંટણી લડવા ઉત્સાહ દર્શાવે છે જેમાં કોને ચૂંટણી લડાવવી અને કોને ન લડાવવી તેવી મુંઝવણ થાય છે. જેના કારણે ભાજપ પ્રેરિત વકીલો નારાજ થતા હોવાથી આ વર્ષની ચૂંટણીમાં પેનલ ન ઉતારી હોવાનું ભાજપ લીગલ સેલમાંથી જાણવા મળ્યું છે.

ઉમેદવારોનો રાફડો ફાટયો : 16 હોદા માટે પ3 ફોર્મ ભરાયા
સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીનું મતદાન તારીખ 20 ડિસેમ્બર ના રોજ યોજવાનું છે ત્યારે ગઈકાલે ફોર્મ ભરવાના અંતિમ દિવસે કુલ 53 ફોર્મ રજૂ થયા છે. બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ સહિત છ હોદ્દેદારો અને મહિલા અનામત સહિત 10 કારોબારી મળી કુલ 16 જગ્યાઓ માટે ચૂંટણી તા. 20 ડિસેમ્બર ના રોજ યોજવાની છેજેમાં પ્રમુખ પદ માટે છ સેક્રેટરી માટે પાંચ ઉમેદવારી નોંધાણી છે જોકે ફોર્મ પરત ખેંચવાનો સમય પૂરો થયા બાદ બારનુ ચિત્ર સ્પષ્ટ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version