કોઠારિયા અને ભક્તિનગરના 45 વિસ્તારોમાં અશાંતધારો 5 વર્ષ લંબાયો

રાજકોટ શહેરના કોઠારીયા અને ભક્તિનગર વિસ્તારમાં આવતીકાલે એટલે કે શનિવાર, 27 જૂનના રોજ અશાંતધારો પૂર્ણ થઈ રહ્યો છે. તે પહેલાં જ રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ…

રાજકોટ શહેરના કોઠારીયા અને ભક્તિનગર વિસ્તારમાં આવતીકાલે એટલે કે શનિવાર, 27 જૂનના રોજ અશાંતધારો પૂર્ણ થઈ રહ્યો છે. તે પહેલાં જ રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ વૈધાનિક જાહેરનામું બહાર પાડીને આ વિસ્તારોમાં અશાંતધારાની મુદતમાં વધુ 5 વર્ષનો વધારો કરી દીધો છે. નવી અમલવારી 28 જૂન 2026, રવિવારથી લાગુ થશે અને તે 27 જૂન 2031 ના રોજ પૂર્ણ થશે. આ અંગે મહેસૂલ વિભાગ દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટર અને સંબંધિત પ્રાંત અધિકારીઓને સત્તાવાર જાણ પણ કરી દેવામાં આવી છે. સરકારના આ નિર્ણય મુજબ, હવે આ વિસ્તારોમાં કલેક્ટર અથવા નિયુક્ત સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વિના કોઈપણ સ્થાવર મિલકતની ખરીદ-વેચાણ થઈ શકશે નહીં. જો આવી કોઈ પણ ફેરબદલી નિયમોનું ઉલ્લંઘન કરીને કરવામાં આવશે, તો તેને કાયદાકીય રીતે રદબાતલ ગણવામાં આવશે.

મળતી વિગતો અનુસાર, ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની અલગ-અલગ 30 જેટલી સોસાયટીઓ અને આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળના કોઠારીયા વિસ્તારના 15 જેટલા વિસ્તારો મળીને કુલ 45 વિસ્તારોમાં આ કાયદો લાગુ રહેશે.

આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળ આવતા વોર્ડ નં. 18 (કોઠારીયા) ના ટી.પી. સ્કીમ અને રેવન્યુ સર્વે નંબર ધરાવતા જે મુખ્ય 15 વિસ્તારોને અશાંત વિસ્તાર જાહેર કરાયા છે, જેમાં તિરુપતિ સોસાયટી (ટીપી-12 ડ્રાફ્ટ, એફપી-4/1 થી 4/4) સરકારી ખરાબો અને રણુજાધામ સોસાયટી ગોકુલ પાર્ક અને કૈલાશ ઇન્ડસ્ટ્રિયલ એરિયા જૂનું ગણેશનગર અને સનાતન પાર્ક સોસાયટી શિવધારા પાર્ક અને રામનગર સોસાયટી ગણેશનગર, રામરણુજા સોસાયટી અને માધવ રેસિડેન્સી આ ઉપરાંત, આ મુખ્ય વિસ્તારોની આસપાસના 500 મીટર સુધીના પરિસરમાં પણ આ જ નિયમો લાગુ પડશે.

ભક્તિનગર હેઠળ આવરી લેવાયેલી મુખ્ય 30 સોસાયટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તિરૂૂપતિ સોસાયટી, નીલકંઠ પાર્ક સોસાયટી અને મેહુલનગર દેવપરા, ગોકુલનગર, મેઘાણીનગર અને કેદારનાથ સૂર્યોદય સોસાયટી અને સોરઠીયાવાડી વિસ્તાર વિવેકાનંદ સોસાયટી, સાગર સોસાયટી અને પુનીત સોસાયટી પટેલ નગર સોસાયટી, મહેશ્વરી સોસાયટી અને પરસાણા સોસાયટી નવદુર્ગા સોસાયટી, રાધાકૃષ્ણ નગર અને મારૂૂતિ નગર સહિતના અન્ય વિસ્તારોનો સમવશે કરવામાં આવ્યો છે.

ગરિકોની સુવિધા માટે સરકારે રાજકોટ કલેક્ટર હસ્તકની કલમ 4, 5 અને 5-એ હેઠળની તમામ સત્તાઓનું વિકેન્દ્રીકરણ કર્યું છે. મુજબ, ભક્તિનગર વિસ્તાર માટેની આ તમામ સત્તાઓ પ્રાંત અધિકારી અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, રાજકોટ સિટી-1 ને સોંપવામાં આવી છે. જ્યારેના આધારે કોઠારીયા વિસ્તાર માટેની સત્તાઓ પ્રાંત અધિકારી, રાજકોટ સિટી-2 હસ્તક રહેશે. બંને અધિકારીઓ તપાસ કરીને યોગ્ય લાગે તો જ આ સોદો કાયદેસર ગણાશે.