ગુજરાત
મુળીમાં વાડીમાં મૂકેલા વીજ કરંટથી દવા છાંટતા બે યુવાનોનાં કરુણ મોત
મળી રેલવે સ્ટેશન પાસે વાડી વિસ્તારમાં દવા છંટકાવ કરવા ગયેલા બે યુવાનોને ખેડૂતોએ પોતાના ખેરતમાં મુકેલા વીજ કરંટનો ભોગ બનતા આ બન્ને યુવાનોના વીજ કરંટથી મોત થયા હતા. બે દિવસ સુધી લાશ ખેતરમાં પડી રહી હતી અને અંતે આ મામલે એક ખેત મજુરે પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર જઇ બન્ને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.
મળતી વિગતો મુજબ, મુળીના કોળીપરા વિસ્તારમાં રહેતા વિપુલ બકુલભાઇ કોળી (ઉ.વ.21) અને ગટુભાઇ રમેશભાઇ અંબાણીયા (ઉ.વ.18)નામના યુવાનો વાડીએ દવા છંટકાવ કરતા હતા ત્યારે ખેતરમાં રાખેલા વીજ કરંટને કારણે આ બન્ને યુવાનોના વિજ કરંટથી મોત થયા હતા. બે સુધી વિપુલ અને ગટુના મૃતદેહ વાડીમાં પડ્યા રહ્યા હતા. એક ખેત મજુર ત્યાંથી નીકળતા બન્નેની લાશ નજરે પડતા પોલીસને જાણ કરી હતી. આ મામલે ઘટનાની જાણ થતા પી.એસ.આઇ. ડી.આર.મોડીયા તથા મુળી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
અત્રે એ વાત ઉલ્લેખનિય છે કે, સરકાર દ્વારા ખેતર આજબાજુ વિજ કરંટ લાગવવા અંગે જાહેરનામુ બહાર પાડ્યું હોય ત્યારે મુળીમાં બનેલા આ બનાવ અંગે પોલીસે મૃતક બન્ને યુવકના પરિવારજનોની ફરિયાદને આધારે ખેતરમાં વીજ કરંટ લગાવનાર ખેડુત સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. મુળીમાં બનેલા બનાવમાં એક જ વિસ્તારના બે યુવાનોના મોતથી પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો.