ક્રાઇમ
તળાજા બસ સ્ટેન્ડમાંથી મુસાફરના ખિસ્સામાંથી રૂા.55000 રોકડની ચોરી
ભાવનગર જિલ્લાના તળાજામા ચોર ટોળકી ને જાણે મોકળું મેદાન મળીગયું હોય તે રીતે 24 કલાકમાજ અલગ અલગ પ્રકાર ની ત્રણ ચોરીઓની ઘટનાઓ સામે આવતા આમ જનતામાં ફફડાટ ફેલાયો છે. ત્રણ ચોરીની ઘટનામા એક બાઈક ચોરી, બે મોબાઈલ ચોરી અને એસ.ટી બસમાંથી બે વ્યક્તિ ના ખીસા હળવા કરવામાં આવ્યા છે. તળાજા ની જનતા ને સ્વંય સાવધાન રહેવું પડશે.નૂતનવર્ષ પહેલા વેળાવદર ગામે ઘરફોડ ચોરી, શાક માર્કેટ વિસ્તાર પર્સની ચોરી બાદ નવા વર્ષે પણ લાભ પાંચમ અને છઠનું મુર્હતપણ ચોરોએ સાચવીને તસ્કરો તળાજા પોલીસ ને પડકાર ફેંકી રહ્યા હોય તે રીતે સક્રિય થયા છે.
અલગ અલગ ચોરીઓની મળતી વિગતોમા અહીંના રાધેકૃષ્ણ પાર્કખાતે રહેતા દિપકભાઈ માલમ એ નોંધાવેલ ફરિયાદમા ગઈકાલ રાત્રી દરમિયાન પોતાની બાઈક કોઈ અજાણ્યા વ્યક્તિ ચોરી કરી લઈ ગયા છે. બીજી ઘટના મોબાઈલ ચોરીની બની હતી.તળાજા માર્કેટીંગ યાર્ડ સામે કોમ્પલેક્ષમા મજૂરો સુતાહતા. તે પૈકીના બે મજૂરોના મોબાઈલ ચોરાઈગયા હતા.સીસીટીવી ફૂટેજ જે જોવા મળ્યા હતા તેના આધારે રાત્રીના 1.32 મિનિટે સફેદશર્ટ અને કાળુ પેન્ટ પહેરેલ ઈસમ નઝરે પડે છે. ઓપરેન્ડી નગર મધ્યે આવેલ ફાઈવ સ્ટાર કોમ્પ્લેક્સ મા પવન ચક્કીના મજૂરોસુતા હતા તેના અને એક ખાનગી હોસ્પિટલના મોબાઈલ ની ચોરીની ઘટના બની હતી.આ ઈસમો નું પગેરું રેલવે નજીક ની ઝુંપડપટ્ટી અને તળાજી નદી કાંઠે નું મળ્યું હતું.
ત્રીજી ચકચારી ઘટના એસ.ટી ડેપો ખાતે બની છે.જેમા બપોરે ગોપનાથ ભાવનગર રૂૂટ ની લોકલ બસમા મુસાફરો ચડ્યા કે તુરંત પાવઠી અને લીલીવાવ ગામના બે વ્યક્તિ ના ખીસા હળવા થઈ ગયા હતા.રોકડ 55000/- સેરવી ને ચોર ઈસમો પળવાર મા પલાયન થઈ ગયા હતા.બનાવ ના પગલે તપાસમા દોડી ગયેલ ટાઉન જમાદાર ધમભા વાળા એ સીસીટીવીના આધારે તપાસ કરતા શકમંદો જોવા મળેલ છે. લીલીવાવ ગામના રહીશ અને તળાજા શાકમાર્કેટ પાસે દુકાન ધરાવતા સોલંકી ઘુસાભાઈ એ જણાવ્યું હતુંકે ગોપનાથ ભાવનગર રૂૂટ ની બસમા ચડ્યા ને પળવાર માજ પાછલા ખીસામા રાખેલ 19000ની ચોરી થઈ પાવઠી ગામના બટુકભાઈ પાચાભાઈ દીકરી ને ભાવનગર મુકવા જતા હતા.બસમા ચઢવા માટે ગિરદી નો લાભ લઇ ચોર ક્ષણમાજ ખિસ્સામાંથી 36000 કાઢી ગયા.