ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના ભત્રીજાની શાપરની કંપનીમાં થયેલી 50 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

બે કર્મચારીઓએ માલ ચોરી રાજકોટના શખ્સને વેંચી દીધો હતો, ત્રણેય ઝડપાયા શાપર-વેરાવળ પોલીસે રાજન ટેકનોકાસ્ટ કંપનીમાં થયેલી લાખો રૂૂપિયાની ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી…

બે કર્મચારીઓએ માલ ચોરી રાજકોટના શખ્સને વેંચી દીધો હતો, ત્રણેય ઝડપાયા

શાપર-વેરાવળ પોલીસે રાજન ટેકનોકાસ્ટ કંપનીમાં થયેલી લાખો રૂૂપિયાની ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરાયેલો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી રાજન ટેકનોકાસ્ટ કંપનીમાં ચોરીની ઘટના બની હતી. કંપનીમાં જ નોકરી કરતા કેટલાક ઇસમોએ માલિકની જાણ બહાર, અલગ-અલગ દિવસે અને સમયે કારખાનાના સ્ટોરરૂૂમમાંથી ટંગસ્ટન ઇન્સર્ટ ટુલ્સના સ્ક્રેપની ચોરી કરી હતી.

છેલ્લા છ મહિનાથી ચાલતી આ ચોરીમાં કુલ રૂૂ. 50,00,000/- (પચાસ લાખ) ની કિંમતનો માલ ચોરાયો હોવાનો ગુનો ગત તા. 12/06/2026 ના રોજ નોંધાયો હતો. પોલીસે વિપુલભાઈ મોહનભાઈ ખાણધર (ઉ.વ.30) રહે. કોઠારીયા સોલ્વન્ટ ઓમનગર, મૂળ રહે. તરસાઈ, જિ. જામનગર, નીતેશભાઈ હરેન્દ્રભાઈ ઠાકુર (ઉ.વ.31) રહે. આજીડેમ ચોકડી પાસે, રાજકોટ, મૂળ રહે. સીતામઢી, બિહાર, અને નરેન્દ્રભાઈ જીવાભાઈ કરડાણી (ઉ.વ.51) (ચોરીનો માલ લેનાર) રહે. રાજકોટ 150 ફૂટ રીંગ રોડ, મૂળ રહે. અજબ, તા. કેશોદ વાળા ને ઝડપી પાડ્યા છે.
પોલીસે આ આરોપીઓ પાસેથી ચોરાયેલો રૂૂ. 2,605,000/- ની કિંમતનો ટંગસ્ટન ઇન્સર્ટ ટુલ્સનો સ્ક્રેપ કબજે કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ કંપની ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના ભત્રીજાની હોવાનુ જાણવા મળ્યુ છે.