ગુજરાત
સોમનાથના ઘાટવડ 108ની ટીમે એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવી માતા, બાળકને આપ્યું નવજીવન
રાત્રીના સમયે સુત્રાપાડા તાલુકાના રંગપુર ગામની મહિલાને પ્રસ્તુતિને પીડા ઉપડતા 108માં કોલ કર્યો હતો. આ કોલ મળતાની સાથે જ ઘાટવડ 108ની ટીમના ઈ.એમ.ટી.જોસનાબેન રાઠોડ અને પાયલોટ દેવશીભાઈ લાખણોત્રા તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પર પહોંચી ગયા હતા. ઈ.એમ.ટી. જોસનાબેન દ્વારા પ્રાથમિક તપાસ કરવામા આવી હતી પણ મહિલાને અસહ્ય દુ:ખાવો હોવાથી તત્કાલીન અમદાવાદ 108 સેન્ટર ખાતેના ડોક્ટર સાથે ફોનમા માર્ગદર્શન લઈ અને એમ્બ્યુલન્સમાં જ નોર્મલ પ્રસુતિ કરાવી હતી. સાથે સીપીઆર અને કૃત્રિમ શ્વાસ દ્વારા બાળકનો જીવ બચાવ્યો હતો અને નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યાં હતાં. દીકરીનો જન્મ થતા પરિવારમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી અને પરિવારે 108ના સ્ટાફનો આભાર માન્યો હતો.