Site icon Gujarat Mirror

વિદ્યાર્થીના વાળ શિક્ષકે બ્લેડથી કાપી નાખ્યા

જામનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતા એક માસુમ વિદ્યાર્થી ના વાળ સ્પોર્ટ ટીચરે બ્લેડ થી કાપી નાખ્યા હતા. માથા માં તેલ નહીં નાખ્યું હોવા થી ગિન્નાયેલા આ સ્પોર્ટ ટીચરે વાળ કાપી નાખતા જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ ફરિયાદ કરવા માં આવી છે. જામનગર ની અમુક શૈક્ષણિક સંસ્થાઓ સમયાંતરે વિવાદ માં સપડાતી રહે છે. ત્યારે જામનગર ની વધુ એક શૈક્ષણિક સંસ્થા ચર્ચાના ચાકડે ચઢી છે.

જામનગર માં એરફોર્સ રોડ ગાયત્રીનગર – 2 માં રહેતા મીતેનભાઈ બાલકૃષ્ણભાઈ ભટ્ટ નો 10 વર્ષ નો પુત્ર હેતાંશ ધોરણ 4 માં સ્વામિનારાયણ ગુરુકુળ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થી એ માથા માં તેલ નાખ્યું નહીં હોવા થી શાળા ના સ્પોર્ટ ટીચર ધનંજય એ બ્લડ થી હેતાંશ ના વાળ કાપી નાખ્યા હતા. આ બાબતની જાણ વિદ્યાર્થીને ઘરે જતા તેના પિતાએ જામનગર જિલ્લા શિક્ષણાધિકારી ને લેખિત માં પત્ર પાઠવી ને ફરિયાદ કરી છે .અને યોગ્ય પગલાં લેવા માગણી કરી છે.

Exit mobile version