Site icon Gujarat Mirror

‘કહાની અભી ખતમ નહીં હુઈ…’ અજય દેવગનના ‘દ્રશ્યમ 3’નું ટીઝર આવી ગયું, ફિલ્મ આ દિવસે થશે રિલીઝ

 

 

બોલીવુડ સ્ટાર અજય દેવગનની સુપરહિટ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ દ્રશ્યમના ત્રીજા ભાગની રાહ જોઈ રહેલા ચાહકો માટે સારા સમાચાર છે. નિર્માતાઓએ આજે ​​ફિલ્મ દ્રશ્યમ 3નું ટીઝર રીલીઝ કર્યું છે. અને ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત પણ મેકર્સ તરફથી કરી દેવાઈ છે.

નિર્માતાઓ દ્વારા રજૂ કરાયેલ 1 મિનિટ 13 સેકન્ડના ટીઝર વીડિયોમાં, અજય દેવગનનો વોઇસઓવર સાંભળવા મળે છે, જેમાં તે તેના પરિવારના મહત્વ વિશે વાત કરે છે.

આ ટીઝર દ્રશ્યમ શ્રેણીની અત્યાર સુધીની વાર્તાની ઝલક આપે છે. તેમાં વિજય સલગાંવકર(અજય દેવગણ)નું પાત્ર કહે છે કે, મેરા સચ મેરા સહી સિર્ફ મેરી ફેમિલી હૈ. ટીઝરમાં આ વાતને હાઈલાઈટ કરીને દેખાડવામાં આવી છે વિજય હાલ પણ પરિવાર માટે એક દિવાલ બનીને ઊભો છે. આ વીડિયોના અંતમાં વિજય કહે છે કે, જબ તક સબ થક નહીં જાતે, જબ તક સબ હાર નહીં જાતે, મેં યહીં ખડા હું ચોકીદાર બન કર.એક દિવાર બનકર કહાની અભી ખતમ નહીં હુઈ હૈ, આખિરી હિસ્સા અભી બાકી હૈ. આ ડાયલોગે ફેન્સને ઉત્સાહિત કર્યા છે.ખૂબ જ ઉત્સાહિત છે.

નિર્માતાઓએ આ ફિલ્મને ગાંધી જયંતિ, 2 ઓક્ટોબર, 2026 ના રોજ રિલીઝ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જો તમે “દ્રશ્યમ” જોઈ હોય તો તમને ખબર પડશે કે 2 ઓક્ટોબરે શું થયું. આ યોજનાને અનુસરીને, નિર્માતાઓએ આ તારીખ નક્કી કરી છે. “દ્રશ્યમ 3” નું નિર્દેશન અભિષેક પાઠક દ્વારા કરવામાં આવ્યું છે.

આ સાથે જ આશા કરવામાં આવી રહી છે કે ત્રીજા ભાગની કહાની પણ ત્યાંથી જ શરૂ થશે જ્યાં દ્રશ્યમ 2 ખતમ થશે. એ પણ રસપ્રદ હશે કે ફિલ્મના કાસ્ટમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં. સૌથી વધુ ચર્ચા એ વાત પર થશે કે અક્ષય ખન્ના આ ફિલ્મમાં જોવા મળશે કે નહીં.

“દ્રશ્યમ” એક મલયાલમ ફિલ્મની હિન્દી રિમેક છે. ફિલ્મનું હિન્દી વર્ઝન 2015 માં રજૂ થયું હતું અને બોક્સ ઓફિસ પર સફળ રહ્યું હતું. બીજો ભાગ 2022 માં રિલીઝ થયો હતો. અક્ષય ખન્નાએ પણ ફિલ્મમાં અભિનય કર્યો હતો, પરંતુ તે કેસ ઉકેલવામાં અસમર્થ રહ્યો હતો. આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી અને સફળતા મેળવી હતી. અંતિમ અને ત્રીજો ભાગ હવે 2026 માં રિલીઝ થવાની તૈયારીમાં છે. મોહનલાલે દ્રશ્યમ 3 નું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે.

Exit mobile version