શેર બજારમાં શાનદાર તેજી યથાવત, સેન્સેક્સ 77500ને પાર

ક્રૂડનો ભાવ 72 ડોલર પર, બે મહિનામાં 42%નો ઘટાડો, રાત્રે ચાંદીમાં 15000નું ગાબડું ગઈકાલે શેર બજારમાં તોફાની તેજી જોવા મળ્યા બાદ આજે પણ શેર બજારમાં…

ક્રૂડનો ભાવ 72 ડોલર પર, બે મહિનામાં 42%નો ઘટાડો, રાત્રે ચાંદીમાં 15000નું ગાબડું

ગઈકાલે શેર બજારમાં તોફાની તેજી જોવા મળ્યા બાદ આજે પણ શેર બજારમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ કરાર બાદ હોર્મોસ સ્ટેટ માંથી વહાણો મોટી સંખ્યામાં પસાર થતાં ષશજ્ઞ પોલિટિકલ સિચ્યુએશન માં મોટો સુધારો આવતા શેર બજારમાં પણ જોરદાર પેઢી જોવા મળી રહી છે.
સેન્સેક્સ અને નિફ્ટીમાં ગઈકાલે શાનદાર તેજી સાથે બંધ થયા બાદ આજે સેન્સેક્સમાં 550 પોઇન્ટ અને નિફ્ટીમાં160 પોઇન્ટનો વધારો જોવા મળ્યો છે. શેર બજારમાં આ શાનદાર તેજી ને પગલે સેન્સેક્સ ફરી એક વખત 77,500 નું લેવલ પાર કરી ગયો છે. નિફ્ટી પણ 24170 સુધી પહોંચી છે. ઉપરાંત બેંક નિફ્ટી મીડીકેપ નિફ્ટી માં પણ શાનદાર ખરીદી જોવા મળી છે.

બીજી બાજુ છેલ્લા એક સપ્તાહથી સોના અને ચાંદીમાં ભારે કડાકા જોવા મળી રહ્યા છે છેલ્લા ચાર દિવસ થયા ચાંદી અને સોનામાં ભારે ઘટાડાના પગલે મંદીનો માહોલ આજે પણ સોના અને ચાંદીમાં જોવા મળ્યો હતો. ગઈકાલે 15000 રૂૂ ચાંદીમાં તૂટ્યા બાદ આજે પણ ચાંદીમાં વધુ 2000 રૂૂપિયા તૂટ્યા હતા અને વાયદાબજારમાં ચાંદી 2,10,300 સુધી પહોંચી હતી જ્યારે સોનુ 1,40,500 સુધી પહોંચ્યું છે.

ડોલરની સામે આજે રૂૂપિયો વધુ 30 પૈસા મજબૂત થયો છે જેને પગલે પણ આજે શેર બજારમાં પોઝિટિવ ટોન જોવા મળી રહ્યો છે. બીજી બાજુ ક્રૂડ બજાર નીચે જઈ રહ્યું છે. 30 એપ્રિલના રોજ ક્રૂડનો ભાવ 126 ડોલર પ્રતિ બેરલ ઉપર પહોંચ્યો હતો તે આજે ઘટીને પ્રતિ બેરલ માત્ર 72 ડોલર જોવા મળી રહ્યો છે. એટલે કે બે મહિનામાં 42% જેટલો ક્રુડનો ભાવ ઘટ્યો છે.