ગુજરાત

કોર્પોરેશનના પાપે 6000થી વધુ પરિવારોના પ્રસંગો રઝળ્યા

Published

on

ફાયર એનઓસીના અભાવે છેલ્લા પાંચ માસથી 17 કોમ્યુનિટી હોલને તાળાં, ફક્ત એક જ હોલ ખુલ્લો

ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ મહાનગરપાલિકાની માઠી બેઠી હોય તેમ અધિકારીઓના રાજીનામા ટપોટપ પડી રહ્યા છે. જ્યારે નવા નિયમોની અમલવારી કરવામાં સક્ષમ રહેનાર તંત્ર આજ સુધી લોકોની મુશ્કેલીઓનું નિવારણ કરી શક્યું નથી. જેમાં ખાસ કરીને મામુલી ભાડાથી ગરીબ અને મધ્યમ પરિવારોના પ્રસંગો નિફટાવતા લગ્ન હોલને છેલ્લા પાંચ માસથી તાળા લાગી જતાં તા. 12થી શરૂ થતી લગ્નસરાની સૌથી મોટી સીઝનમાં શહેરના 6000થી વધુ પરિવારો પોતાના સંતાનોના પ્રશંગો માટે કોર્પોરેશનની દોડાદોડી કરી રહ્યા છે. 18 પૈકી એક જ લગ્ન હોલ ખુલ્લો હોય અનેક પરિવારોના પ્રસંગો રઝડી પડ્યા હોવાનું જાણવા મળેલ છે.


ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટી મુદે કડક નિયમની અમલવારી મહાનગરપાલિકાએ શરૂ કરી છે. કોમર્શીયલ બાંધકામો, હોસ્પિટલો, કોલેજો, હોટેલ, રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ સહિતના એકમોમાં ચેકીંગ કામગીરી હાથ ધરી ફાયર સેફ્ટીનાસાધનો ન હોય અથવા ફાયર એનઓસી રિન્યુ ન હોય તેવા એકમો સીલ કરવામાં આવ્યા હતાં. પરંતુ ખુદ મહાનગરપાલિકાના લગ્ન હોલમાં પણ ફાયર સેફ્ટીના સાધનો ન હોવાનું ખુલવા પામેલ અને લોકોએ લગ્ન હોલના બુકીંગ માટે ધસારો કરતા રહી રહીને મનપાએ 17 કોમ્યુનિટી હોલમાં ફાયર સેફ્ટીના સાધનો લગાવવા માટે ટેન્ડર પ્રક્રિયા કરી હતી. પરંતુ સમયસર કામગીરી ન થતાં છેલ્લા પાંચ માસ દરમિયાન યોજાતા તમામ પ્રસંગો પરિવારોએ મોંઘાભાડાથી ખાનગી હોલમાં કરવાની ફરજ પડી હતી.

એસ્ટેટ વિબાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ 17 કોમ્યુનિટી હોલમાં ફાયર સેફ્ટીના સાધનો ફીટ કર્યા બાદ ફાયર એનઓસી મેળવી એસ્ટેટ વિભાગને કોમ્યુનિટી હોલ સોંપવામાં આવે ત્યાર બાદ બુકિંગ પ્રક્રિયા શરૂ થઈ શકે તેમ છે. ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. પરંતુ ટેન્ડર ક્યારે ખુલશે અથવાટેન્ડરની શરતો મુજબ ફાયર સેફ્ટીના સાધનોની ક્યારે ખરીદી થશે અને તમામ લગ્ન હોલમાં ફાયર સેફ્ટીના સાધનો ફીટ કરી ફાયર એનઓસી મળવવામાં આવશે તે અંગેની કોઈ જાણકારી મળેલ નથી. આથી 17 કોમ્યુનિટી હોલના તાળા ક્યારે ખુલશે તે હાલમાંકહી શકાય તેમ નથી.


મહાનગરપાલિકા સંચાલિત 18 પૈકી 17 કોમ્યુનિટી હોલને ફાયર સેફ્ટી અને બીયુ સર્ટી મુદ્દેછેલ્લા પાંચ માસથી તાળા મારી દેવામાં આવ્યા છે. અગ્નિકાંડ સમયે પણ આ હોલમાં થયેલા અનેક પ્રસોંના બુકિંગો સુરક્ષાના બહાના હેઠળ રદ કરવામાં આવ્યા હતાં. અને હવે તા. 12થી લગ્નની સિઝન શરૂ થઈ રહી છે. જેમાં આ વર્ષે સૌથી વધુ મુરત હોય અનેક પરિવારોએ પોતાનાસંતાનોના લગ્ન તેમજ સગાઈ સહિતના પ્રસંગો માટે હોલબુક કરાવવા માટે ઓનલાઈન એપ્લિકેશન ખોલવામાં આવી રહી છે. જેમાં ફક્ત અભયભાઈ ભારદ્વાજ કોમ્યુનિટી હોલનું નામ ખુલે છે. ફક્ત એક હોલનું બુકીંગ 90 દિવસ પહેલા કરવામાં આવે તો પણ 6000થી વધુ પરિવારો પોતાના પ્રસંગો એક હોલમાં ઉજવી શકે નહીં આથી દરરોજ એપ્લિકેશનમાં હોલનું બુકિંગ ન ખુલતા મનપાના એસ્ટેટ વિભાગમાં લોકો દ્વારા ફોન કરી લગ્ન હોલ ક્યારે ખુલશે તેવી પુછપરછ કરવામાં આવી રહી છે. જેની સામે તંત્ર હાથ જોડીને બેસી રહ્યું હોય તેમ આ મુદ્દે ઝડપી કાર્યવાહી કરવામાં આવી નથી.


મહાનગરપાલિકાના કોઈપણ કામ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાતી હોય છે. પરંતુ રાજકીય સામિયાણા તેમજ શહેરમાં કોઈ મોટા નેતા આવવાના હોય ત્યારે રાતોરાત રોડ રસ્તાઓ રિપેર થઈ રંગરોગાન પણથઈ જતું હોય છે. ત્યારે 6000થી વધુ પરિવારો છેલ્લા પાંચ માસથી પરેશાન થઈ રહ્યા છે. છતાં ચૂંટાયેલ શાસકો અને ઉચ્ચઅધિકારીઓ દ્વારા આ લોકોની સમસ્યા ધ્યાને લેવામાં આવી નથી. અને આજ સુધી 17 કોમ્યુનિટી હોલમાં ફાયર સેફ્ટીના સાધનો ઝડપથી ફીટ કરવાની સૂચના પણ આપવામાં આવીન હોવાનું જાણવા મળેલ છે.

ખાનગી લગ્ન હોલના ભાડામાં બેફામ વધારો
લગ્નસરાની સિઝનમાં આ વખતે વધુ મુહુર્ત હોવાથી અનેક પરિવારોએ પોતાના પ્રસંગો માટે મનપાના લગ્નહોલ તરફ મીટ માડી છે પરંતુ મનપા સંચાલિત 18 પૈકી એક કોમ્યુનિટી હોલ ચાલુ હોવાથી અને છેલ્લા પાંચ માસથી તમામ 17 કોમ્યુનિટી હોલને તાળા લોલા છે. તેવુ પ્રાઈવેટ કોમ્યુનિટી હોલ વાળાને ખબર હોય લગ્નની સીઝન આવતા જ ખાનગી પાર્ટી પ્લોટ અને ખાનગી કોમ્યુનિટી હોલ વાળાઓએ ભાડામાં તોતીંગ વધારો કરી દીધાનું જાણવા મળેલ છે. મનપાના લગ્નહોલ બંધ હોવાનો ગેરલાભ લઈ ભાડામાં વધારો કરતા મધ્યમવર્ગીય પરિવારોએ ના છુટકે મોંઘાભાવના પાર્ટીપ્લોટ ભાડે રાખવાની ફરજ પડી રહી છે. અને અમુક પરિવારોએ રાજકોટમાં પ્રસંગ ગોઠવવાનું માંડી વાળી અનેક પરિવારે પોતાના ગામડે લગ્ન સહિતના પ્રશંગોની ગોઠવણ કરી હોવાનું પણ જાણવા મળેલ છે.

આ બધા કોમ્યુનિટી હોલને લાગ્યા છે તાળાં

સંત શ્રી વેલનાથ કોમ્યુનિટી હોલ, યુનિટ-1 મોરબી રોડ, ઞઇંઈ આરોગ્ય કેન્દ્ર પાસે
સંત શ્રી વેલનાથ કોમ્યુનિટી હોલ, યુનિટ-2 મોરબી રોડ, ઞઇંઈ આરોગ્ય કેન્દ્ર પાસે
શ્રી અટલ બિહારી વાજપેયી ઓડિટોરીયામ, પેડક રોડ
પૂ. પ્રમુખ સ્વામિ ઓડિટોરીયમ, રૈયા રોડ
શ્રી અરવિંદભાઇ મણીયાર ઓડિટોરીયમ, જ્યુબિલી
કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ
શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્ષ
વસંતરાય ગજેન્દ્ર ગડકર કોમ્યુનિટી હોલ યુનિટ-1 (ગુરૂૂપ્રસાદ ચોક) (રસોડું નથી)
વસંતરાય ગજેન્દ્ર ગડકર કોમ્યુનિટી હોલ યુનિટ-2 (ગુરૂૂપ્રસાદ ચોક)
શ્રી પ્રતાપભાઇ ડોડીયા કોમ્યુનિટી હોલ (માયાણી ચોક)
શ્રી મનસુખભાઈ ઉધાડ કોમ્યુનિટી હોલ (માયાણી ચોક) (રસોડું નથી)
એકલવ્ય કોમ્યુનિટી હોલ (જાગનાથ પ્લોટ)
શ્રી ગુરુ ગોવિંદસિંહજી કોમ્યુનિટી હોલ (રૈયા રોડ)
પંડિત દિનદયાળ ઉપાધ્યાય કોમ્યુનિટી હોલ યુનિટ-1 (પેડક રોડ)
પંડિત દિનદયાળ ઉપાધ્યાય કોમ્યુનિટી હોલ યુનિટ-2 (પેડક રોડ)
શ્રી મોહનભાઇ સરવૈયા કોમ્યુનિટી હોલ યુનિટ-1 (80 ફૂટ રોડ)
શ્રી મોહનભાઇ સરવૈયા કોમ્યુનિટી હોલ યુનિટ-2 (80 ફૂટ રોડ)
શ્રી ગુરુનાનક કોમ્યુનિટી હોલ (ગાયકવાડી)
ક્રમ વોર્ડ નં. કોમ્યુનિટી હોલનું નામ અને સરનામું
શ્રી વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલ (કોઠારીયા રોડ)
પૂ. રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ યુનિટ-1 (પારડી રોડ)
પૂ. રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ યુનિટ-2 (પારડી રોડ)
શ્રી નાનજીભાઇ ચૌહાણ કોમ્યુનિટી હોલ (ધરમનગર આવાસ પાસે)
શ્રી નવલસિંહ ભટ્ટી કોમ્યુનિટી હોલ (ધરમનગર આવાસ પાસે)
ડો. આંબેડકર કોમ્યુનિટી હોલ (જીલ્લા ગાર્ડન ચોક)
અવંતિબાઇ લોધી કોમ્યુનિટી હોલ (વિજય પ્લોટ)
શ્રી મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલ (સંત કબીર રોડ)
શ્રી કાંતીભાઇ વૈદ કોમ્યુનિટી હોલ (કોઠારીયા રોડ)
કવિશ્રી અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ, જગઊં સ્કુલ સામે, યુનિ.રોડ, યુનિટ-1(અ.ઈ.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version