જામનગર મનપામાં શાસક પક્ષના નેતાને વિપક્ષી નેતાની ચેમ્બર ફાળવાઈ

જામનગર મહાનગરપાલિકા માં શાસક પક્ષ ભાજપ ના નેતા ને વિરોધ પક્ષની ના નેતા ની ખાલી થયેલ ચેમ્બર ફાળવી દેવામાં આવી છે. કારણ કે આ વખતે…

જામનગર મહાનગરપાલિકા માં શાસક પક્ષ ભાજપ ના નેતા ને વિરોધ પક્ષની ના નેતા ની ખાલી થયેલ ચેમ્બર ફાળવી દેવામાં આવી છે. કારણ કે આ વખતે ની ચૂંટણી માં વિરોધ પક્ષ ને માત્ર ચાર બેઠક જ મળી છે. જેથી નિયમ મુજબ વિપક્ષ કે નેતા ને ચેમ્બર મળી શકે તેમ નથી.

તાજેતરમાં જામનગર મહાનગરપાલિકાની 16 વોર્ડ ની 64 બેઠક માટેની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ ને 60 બેઠકો મળી હતી. જ્યારે બે બેઠક આમ આદમી પાર્ટી અને બે બેઠક કોંગ્રેસ ને ફાળે ગઈ હતી. નિયમ કરતા વિપક્ષના સભ્યોની સંખ્યા ઓછી હોવાથી તેમને ચેમ્બર ફાળવી શકાય એમ નથી આથી ગત ટર્મ મા રહેલ વિપક્ષ ના નેતા ની સુવિધા સભર ચેમ્બર શાસક પક્ષ ના નેતા અમર મોદી ને ફાળવી દેવામાં આવી છે.
જ્યારે શાશક પક્ષ ના મહિલા કોર્પોરેટરો માટે સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન ચેમ્બર ની નજીક માં આવેલી ઓફિસ ફાળવવામાં આવી છે. બીજી તરફ શાસક પક્ષના નેતા અમર મોદી ને મહાનગરપાલિકા દ્વારા મોટર ફાળવવા માં આવી છે. પરંતુ હજી સુધી તેમણે આ સરકારી વાહનનો ઉપયોગ કર્યો નથી. અને કચેરી માં આવન જાવન માટે પોતાના ખાનગી વાહનનો ઉપયોગ કરી રહ્યા છે.

જામનગરમાં બોર્ડની પૂરક પરીક્ષામાં હિન્દી, સંસ્કૃત અને કોમ્પ્યુટર પરિચયમાં કોઈ કોપી કેસ નહિ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષાઓ લેવામાં આવેલી છે. આજે પણ પરીક્ષાઓમાં શાંતિપૂર્ણ સંપન્ન થઈ હતી. અને ગેરરીતિ નો કોઈ કેસ નોંધાયો ન હતો.
આજે ધોરણ 10 માં હિન્દી વિષય ની પરીક્ષા લેવામાં આવી હતી . જેમાં કુલ 387 માંથી 263 વિધાર્થીઓ હાજર અને 124 વિધાર્થીઓ ગેર હાજર રહ્યા હતા.જ્યારે સંસ્કૃત ના પેપર માં કુલ 141 માંથી 99 હાજર અને 42 વિધાર્થીઓ ગેર હાજર રહ્યા હતા.

જ્યારે ધોરણ 12 માં કોમ્પ્યુટર પરિચય નુ પેપર લેવાયું હતું જેમાં કુલ 51 માંથી 46 વિદ્યાર્થીઓ હાજર અને 5 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા .આજે ગેરરિતી નો કોઈ કેસ નોંધાયો નથી.