વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ સામે બીજી વનડેમાં શાનદાર ઇનિંગ રમતા 66 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 65 રન બનાવ્યા હતા. તેની સાથે તે ઇંગ્લેન્ડની ધરતી પર સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી બની ગયો છે. કોહલીએ પૂર્વ દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડી નાખ્યો છે. કિંગ કોહલી આ યાદીમાં પહેલા નંબરે પહોંચી ગયો છે. ઇંગ્લેન્ડમાં ભારતીય બેટ્સમેનો દ્વારા બનાવાયેલા સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રનની યાદીમાં હવે વિરાટ કોહલી ટોચના સ્થાને પહોંચી ગયો છે.
તેણે રાહુલ દ્રવિડને પાછળ છોડીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. દ્રવિડ હવે બીજા ક્રમે સરકી ગયો છે. ત્રીજા સ્થાને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું નામ છે. ત્યારબાદ રોહિત શર્મા, સૌરવ ગાંગુલી અને એમએસ ધોનીનો સમાવેશ થાય છે.
ઇંગ્લેન્ડમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનાર ભારતીય બેટ્સમેન
2646 રન – વિરાટ કોહલી
2645 રન – રાહુલ દ્રવિડ
2626 રન – સચિન તેંડુલકર
2308 રન – રોહિત શર્મા
1949 રન – સૌરવ ગાંગુલી
1869 રન – એમએસ ધોની
