મહેસાણા જિલ્લાના વડનગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 76મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે શર્મિષ્ઠા તળાવ પર મહાઆરતી કરી વડાપ્રધાનના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ વડનગરથી વારાણસી સુધીની બાઈક યાત્રાને લીલીઝંડી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં અમિતભાઈ શાહે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષના કાર્યકાળનો ઉલ્લેખ કરતાં તેમના માટે હંમેશા ‘રાષ્ટ્ર પ્રથમ’ રહ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે 80 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવાના દાવા સહિત વિવિધ કામોનો ઉલ્લેખ કર્યો અને 2047 સુધી સમગ્ર વિશ્વમાં ભારત પ્રથમ ક્રમે હશે તેમ જણાવ્યું હતું.
મહેસાણા જિલ્લાના વડનગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 76મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે શર્મિષ્ઠા તળાવ પર મહાઆરતી કરી વડાપ્રધાનના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ વડનગરથી વારાણસી સુધીની બાઈક યાત્રાને લીલીઝંડી આપવામાં આવી હતી. વડનગરથી શરૂૂ થનારી બાઇક યાત્રામાં 250થી વધુ બાઇકર્સ જોડાયા છે. બાઇકર્સ વડનગરથી વારાણસી સુધીનો પ્રવાસ કરશે. આ દરમિયાન વિવિધ પવિત્ર નદીઓનું જળ અને શર્મિષ્ઠા તળાવનું જળ પણ સાથે લઈ જવામાં આવશે. આ યાત્રાને લઈને બાઇકર્સમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવન અને તેમના 25 વર્ષના જાહેર જીવનના કાર્યકાળનો ઉલ્લેખ કર્યો હતો. અમિત શાહે જણાવ્યું હતું કે વડાપ્રધાનનો જન્મ એક નાના ગામડામાં થયો હતો અને તેમના માટે હંમેશા ‘રાષ્ટ્ર પ્રથમ’ રહ્યું છે.
અમિતભાઈ શાહે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના દમ પર દુનિયાના આસમાનમાં ચમકી રહ્યા છે. તેમણે વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલા વિવિધ કાર્યોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે 80 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવાનું કામ કરવામાં આવ્યું છે. ગરીબ લોકોને ઘર આપવાનું કામ તેમજ ‘જલ સે જલ યોજના’ના માધ્યમથી ઘરે-ઘરે પીવાનું પાણી પહોંચાડવાનું કામ પણ થયું હોવાનું તેમણે જણાવ્યું હતું.
અમિતભાઈ શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના કાર્યકાળનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન થયેલા કામો ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખવા જોઈએ. તેમણે ડિજિટલ ભારતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ડિજિટલ ભારત આજે દુનિયામાં આગળ નીકળી ગયું છે. તેમના જણાવ્યા અનુસાર ભારતને દુનિયા સમક્ષ રાખવાનું કામ કરવામાં આવ્યું છે. અમિતભાઈ શાહે કહ્યું હતું કે 2013 સુધી દેશની જનતામાં નિરાશા હતી અને લોકોને દેશનું શું થશે તેવું લાગતું હતું, પરંતુ 2014 બાદ દેશમાં પરિવર્તન આવ્યું.
અમિતભાઈ શાહે પોતાના સંબોધનમાં ભારતના ભવિષ્યનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે 2047 સુધીમાં સમગ્ર વિશ્વમાં ભારત સૌ પ્રથમ હશે. તેમના જણાવ્યા અનુસાર આજે દુનિયા ભારત સામે જોઈ રહી છે. અમિતભાઈ શાહે વધુમાં જણાવ્યું હતું કે લોકોને આત્મવિશ્વાસ સાથે વિકસિત ભારત સાથે જોડવાનું કામ કરવામાં આવ્યું છે. તેમના સંબોધનમાં દેશના વિકાસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ થયેલા વિવિધ કામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અમિત શાહે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયગાળાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી તરીકેના સમયગાળા દરમિયાન અનેક કામો કરવામાં આવ્યા હતા.
વિપક્ષો ભલે રોકીને બેઠા પણ 33 ટકા મહિલા અનામતનું બિલ આવશે જ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે,હાટકેશ્વર મહાદેવ મંદિરમાં તેમણે પીએમ મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી છે. આ અવસરે હાટકેશ્વર મહાદેવ મંદિરથી કાશી વિશ્વનાથ મંદિર સુધીની એક વિશેષ બાઈક યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં કુલ 600 બાઈકર્સ 7 રાજ્યોમાંથી પસાર થઈને વારાણસી પહોંચશે. તેમણે વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, તેઓ ભલે બીલ રોકીને બેઠા પણ 33 ટકા મહિલા અનામતનું બિલ કોઈપણ સંજોગોમાં આવશે જ તેમાં કોઈ શંકાને સ્થાન નથી. અમિત શાહે પીએમ મોદીના 25 વર્ષના જાહેર જીવનની પ્રશંસા કરતા કહ્યું હતું કે,દેશ આઝાદ થયો ત્યારથી આજ સુધી સીએમ અને પીએમ તરીકે સતત 25 વર્ષ સુધી સત્તામાં રહેનારા તેઓ દેશના એકમાત્ર નેતા છે.જેમણે પોતાના આ દીર્ઘકાલીન કાર્યકાળ દરમિયાન એક પણ દિવસની રજા લીધા વગર દેશસેવામાં જીવન વિતાવ્યું છે. વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું હતું કે,25 વર્ષના આ જાહેર જીવનમાં વિપક્ષ પણ તેમના પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ કે દાગ લગાવી શક્યો નથી.
