દિવાળી-છઠ્ઠપૂજાને લઇને ગુજરાત આવતી-જતી ફલાઇટો-ટ્રેનો હાઉસફૂલ

દિવાળી અને છઠ પૂજાના તહેવારો નજીક આવતા જ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાં પોતાના વતન જવા માંગતા લોકો માટે મુસાફરી કરવી એક મોટો…

દિવાળી અને છઠ પૂજાના તહેવારો નજીક આવતા જ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાં પોતાના વતન જવા માંગતા લોકો માટે મુસાફરી કરવી એક મોટો પડકાર બની ગઈ છે. દેશના અન્ય મોટા શહેરોની સાથે સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરાથી યુપી-બિહાર જતી રેલવેની મોટાભાગની નિયમિત ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. પરિસ્થિતિ એવી છે કે અત્યારથી જ લાંબુ વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે અને ટિકિટ બુકિંગ શરૂૂ થતાની ગણતરીની મિનિટોમાં જ ટ્રેનોમાં રિગ્રેટ (Regret)ં આવી જાય છે. ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો, રાજ્યમાં રોજગારી અર્થે ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડના લાખો લોકો વસવાટ કરે છે.

દિવાળી અને છઠ પૂજા કરવા વતન જતા લોકોની ભીડને કારણે ગુજરાતથી યુપી-બિહાર જતા અને તહેવારો બાદ ત્યાંથી ગુજરાત પરત આવતા રૂૂટ પર ભાડામાં તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. ટ્રેનોમાં ક્ધફર્મ ટિકિટ ન મળવાને કારણે લોકો હવાઈ મુસાફરી તરફ વળ્યા છે, પરંતુ ગુજરાતથી પટના, ગોરખપુર, લખનૌ કે વારાણસી જતી ફ્લાઇટ્સના ભાડા સામાન્ય દિવસો કરતા ત્રણથી ચાર ગણા સુધી વધી ગયા છે.

સામાન્ય દિવસોમાં 4,000 થી 5,000 રૂૂપિયામાં મળતી ફ્લાઈટની ટિકિટ હાલ તહેવારોની સિઝનમાં 15,000 થી 25,000 રૂૂપિયા સુધી પહોંચી ગઈ છે, જે સામાન્ય માણસના બજેટની બહાર છે.

રેલવે તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા માટે ઉત્તર પ્રદેશ અને બિહાર રૂૂટ પર અનેક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ યાત્રીઓની સંખ્યા એટલી વિશાળ છે કે આ વધારાની વ્યવસ્થા પણ અપૂરતી સાબિત થઈ રહી છે. ટિકિટ બુકિંગ વિન્ડો ખૂલતાની સાથે જ ઈંછઈઝઈ ની સાઈટ પર ભારે ટ્રાફિકના કારણે સિસ્ટમ હેંગ થવા અને બુકિંગ ન થવા અંગેની ફરિયાદો પણ અનેક યાત્રીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

ટ્રેન અને ફ્લાઇટમાં ટિકિટ મેળવવી લગભગ અશક્ય બનતા હવે હજારો મુસાફરો અન્ય વિકલ્પો શોધવા મજબૂર બન્યા છે. તહેવારોમાં ઘરે પહોંચવા માટે મોટી સંખ્યામાં લોકો પ્રાઈવેટ બસો અથવા ટેક્સીઓનું એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. જોકે, ગુજરાતથી દોડતી ખાનગી ટ્રાવેલ્સ અને બસ ઓપરેટરો પણ આ તહેવારોની ભીડનો પૂરેપૂરો લાભ ઉઠાવીને બમણાથી વધુ ભાડા વસૂલી રહ્યા હોવાથી શ્રમિકો અને મધ્યમ વર્ગની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ઘણા લોકો મિત્રો કે સંબંધીઓ સાથે મળીને પોતાની કારમાં રોડ મારફતે વતન જવાની તૈયારી કરી રહ્યા છે. છેલ્લી ઘડીની હાલાકી ટાળવા માટે મુસાફરોને પોતાની યાત્રાનું આયોજન સમયસર કરી લેવા સલાહ આપવામાં આવે છે.