રાજકોટના ત્રણેય પ્રાંતની જગ્યા ખાલી, ચાર્જ અન્યને સોંપાયા

રાજકોટ શહેરમાં વહીવટી તંત્રના મહત્વના ગણાતા પ્રાંત અધિકારીઓની તાજેતરમાં સામૂહિક બદલીઓ થતા શહેરની તમામ પ્રાંત કચેરીઓમાં જગ્યાઓ ખાલી પડી હતી. વહીવટી કામગીરી ખોરવાય નહીં તે…

રાજકોટ શહેરમાં વહીવટી તંત્રના મહત્વના ગણાતા પ્રાંત અધિકારીઓની તાજેતરમાં સામૂહિક બદલીઓ થતા શહેરની તમામ પ્રાંત કચેરીઓમાં જગ્યાઓ ખાલી પડી હતી. વહીવટી કામગીરી ખોરવાય નહીં તે માટે રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા ત્વરિત પગલાં ભરીને ત્રણ મહત્વની પ્રાંત કચેરીઓનો વધારાનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મળતી વિગતો અનુસાર રાજકોટ શહેર પ્રાંત-1 કચેરીનો ચાર્જ પુરવઠા વિભાગના આશિષ ઝાપડાને સોંપવામાં આવ્યો છે. જ્યારે રાજકોટ શહેર પ્રાંત-02 ચાર્જ સ્ટેમ્પ ડ્યુટી વિભાગના એ.વી આચાર્યને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે રાજકોટ ગ્રામ્ય પ્રાંતની જવાબદારી પ્રોટોકોલ વિભાગના નાયબ કલેક્ટર સુશીલ પરમાર સોંપવામાં આવ્યો છે.