ક્રાઇમ
મોટી ખાવડી પાસેથી બાઈક ઉઠાવનાર શખ્સ ઝડપાયો
જામનગર-ખંભાળિયા માર્ગ પર થી પોલીસે જોગવડ ગામના પાટીયા નજીક રહેતા શખ્સ ને બે ચોરાઉ મોટરસાયકલ સાથે પકડી પાડ્યો છે. એક બાઈક તેણે મોટી ખાવડી પાસે ખાનગી કંપનીના મટીરીયલ ગેઈટ નજીકથી ઉઠાવ્યાની કબૂલાત આપી છે અને પોતાના સાગરિતનું નામ પણ આપ્યું છે.
પોલીસે રૂૂ.પપ હજાર કીમત નાં બે ચોરાઉ બાઈક કબજે કર્યા છે.જામનગર-ખંભાળિયા માર્ગ પર મોટી ખાવડી ગામ પાસે ગઈકાલે મેઘપર પોલીસ સ્ટેશનના પીઆઈ પી.ટી. જયસ્વાલ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન એક શખ્સ ચોરાઉ બાઈક સાથે જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી.જે બાતમીના આધારે લાલપુર તાલુકાના જોગવડ ગામના પાટીયા નજીક રહેતા વિનોદ સોમાભાઈ માતંગ નામના શખ્સને રોકી લેવામાં આવ્યો હતો. તેના કબજામાંથી મળી આવેલા બાઈક અંગે પૂછપરછ કર્યા પછી વિનોદે બે મોટરસાયકલની ચોરી કર્યાની કબૂલાત આપી છે.
એક બાઈક તેણે મોટી ખાવડી નજીક ખાનગી કંપનીના મટીરીયલ ગેઈટ પાસેથી ઉઠાવ્યાનું કબૂલ્યું છે અને પોતાના સાગરિત ઓખામંડળના મીઠાપુરમાં ઉદ્યોગનગર પાસે રહેતા ગોદર સનાભાઈ લધા ઉર્ફે ગોદરીયા નું નામ આપ્યું છે. પોલીસે રૂૂ.પપ હજાર ના બે બાઈક કબજે કરી વિનોદ ની ધરપકડ કરી છે અને ગોદર ની શોધખોળ શરૂૂ કરી છે.