Site icon Gujarat Mirror

જૂનાગઢની કોર્ટમાં ચાલુ સુનાવણીએ આરોપીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મારામારીના એક કેસની સુનાવણી ચાલી રહી હતી, ત્યારે અચાનક નાટ્યાત્મક વળાંક આવ્યો હતો.આરોપી અલ્પેશ ભીમા માંડલ (ઉં. 35, રહે. બોર્ડિંગ વાસ, પ્રદીપનો ખાડીયો)એ ઝેરી દવા પી લેતા દોડધામ મચી ગઇ હતી.

જૂનાગઢની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 15 ડિસેમ્બર સોમવારના રોજ આરોપી અલ્પેશે અચાનક પોતાના ખિસ્સામાંથી ફિનાઇલ (ઝેરી દવા)ની બોટલ કાઢી ગટગટાવવાનો પ્રયાસ કર્યો હતો. આ જોઈને કોર્ટરૂૂમમાં હાજર લોકો અને પોલીસ કર્મચારીઓ દોડી આવ્યા અને તેને અટકાવવાનો પ્રયાસ કર્યો. જોકે, દવાના કેટલાક ઘૂંટડા તેના પેટમાં ઉતરી ગયા હતા.

કોર્ટની કાર્યવાહી તાત્કાલિક રોકવામાં આવી અને આરોપીને તુરંત જ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સઘન સારવાર શરૂૂ કરવામાં આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપીએ કદાચ કેસના દબાણ અથવા અન્ય કોઈ કારણોસર આ આત્મઘાતી પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો.
કોર્ટે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને આ મામલે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં આરોપીની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ આ સમગ્ર પ્રકરણને કારણે કોર્ટ પરિસરમાં ભારે ચકચાર મચી ગઈ છે.

Exit mobile version