જામનગર હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો

સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની ગણાતી જામનગર ની સરકારી ગુરુ ગોબિંદસિંઘ (જી.જી.) હોસ્પિટલ માં છેલ્લા ત્રણ-ચાર દિવસ થી દર્દીઓ ની સંખ્યા માં ધરખમ વધારો થયો છે. સામાન્ય…

સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની ગણાતી જામનગર ની સરકારી ગુરુ ગોબિંદસિંઘ (જી.જી.) હોસ્પિટલ માં છેલ્લા ત્રણ-ચાર દિવસ થી દર્દીઓ ની સંખ્યા માં ધરખમ વધારો થયો છે. સામાન્ય દિવસો માં જોવા મળતી ઓપીડી માં દર્દીઓ ની સંખ્યા માં છેલ્લા ત્રણ-ચાર દિવસ માં લગભગ દોઢ થી બેેગણો વધારો જોવા મળ્યો છે. વહેલી સવાર થી જ દર્દીઓ ની કેસ બારીમાં લાંબી લાઈનો જોવા મળે છે.

આ પછી ડોક્ટરની ચેમ્બર પાસે સારવાર માટે ની પણ દર્દીઓ ની લાંબી લાઈનો જોવા મળી રહી છે, અને ત્યારપછી દવાબારી પાસે પણ દર્દીઓની કતારો જોવા મળી રહી છે. આમ સવાર થી લાઈન માં ઠેબા ખાતા દર્દીને હોસ્પિટલમાંથી બહાર નિકળતા અડધો દિવસ પસાર થઈ જાય છે.

જો કે દર્દીઓની સંખ્યામાં વધારો થવાનું ચોક્કસ કારણ જાહેર થયું નથી, પરંતુ છેલ્લા ચાર-પાંચ દિવસથી ધાબડિયા અને વરસાદી વાતાવરણ, અસહ્ય બફારો, આમ વાતાવરણ બદલાતા બીમારીનું પ્રમાણ વધ્યું છે, તેમ કહી શકાય. હજુ આગામી દિવસોમાં વરસાદ થશે ઠેર-ઠેર પાણીનો ભરાવો થશે, ગંદકીનું સામ્રાજ્ય જોવા મળશે અને પરિણામે રોગચાળાનું પ્રમાણ હજુ પણ વધશે. જો રોગચાળો વકરતો અટકાવવો હોય તો અત્યાર થી જ સઘન સફાઈ, જંતુનાશક દવા નો છંટકાવ, ચોખ્ખું પાણી વિતરણ વગેરે કામગીરી કરવી પડશે અન્યથા આગામી સમયમાં સ્થિતિને વધુ વકરતા વાર નહીં લાગે.