ગીરના જંગલોમાં સિંહ-દીપડાની સંખ્યા વધી પણ રક્ષક ઘટ્યા

એશિયાટીક સિંહોના ગઢ ગણાતા ગીરમાંથી તાજેતરમાં જ સિંહો માનવભક્ષી બન્યા છે તેવી ઘટનાઓ બનવા પામી છે જેનો આક્રોશ વન તંત્ર બને છે પરંતુ તે તંત્ર…

એશિયાટીક સિંહોના ગઢ ગણાતા ગીરમાંથી તાજેતરમાં જ સિંહો માનવભક્ષી બન્યા છે તેવી ઘટનાઓ બનવા પામી છે જેનો આક્રોશ વન તંત્ર બને છે પરંતુ તે તંત્ર પણ ગંભીર વહીવટી અને શારીરિક માનસિક સંકટ તથા યાતનાઓ અનુભવે છે સ્ટાફની ભારે અછત કામોનો ભારે બોજો અને વન્ય પ્રાણીઓ વધ્યા પણ કરકસર ના નામે 1990થી સ્ટાફની ઘટ છે જે તે સમયે ગુજરાત વન રક્ષક કર્મચારી મંડળે આ અંગે રજૂઆત પણ કરેલી છે જ 1994 માં રાજ્યમાં માત્ર 304 સિંહ અને 268 દીપડાઓ હતા ત્યારે મહેકમ હતું 2257 જ્યારે વર્ષ 2025 26 માં સિંહ ની સંખ્યા વધીને 891 અને દીપડાઓની સંખ્યા 2274 થઈ ગઈ છે જ્યારે ઉચ્ચ અધિકારીઓ વર્ગ એકનું મહેકમ સતત વધી રહ્યું છે પરંતુ જંગલની વાસ્તવિક પાયાની સુરક્ષા કરતા વનપાલ અને વન રક્ષકોનું સંખ્યાબળ ક્રમશ: ઘટી રહ્યું છે પૂરતો સ્ટાફ ન હોવાને કારણે ફિલ્ડમાં કામ કરતા કર્મચારીઓ સતત 24 કલાક સતત ફરજો બજાવે છે.

1990 ના દાયકામાં વહીવટી અને નાણાકીય કરકસરના પગલાં રૂૂપે આરએફઓની 190 જેટલી જગ્યાઓ રદ કરી દેવામાં આવી હતી . આ ક્ષેત્રિય અધિકારીઓની અછત આજે વન્યજીવન વ્યવસ્થાપન ઉપર ભારે પડી રહી છે પણ તંત્રના શુભેચ્છકોનું માનવું છે કે વનતંત્રે મોટી રેન્જનું વિભાજન કરીને નવી રેન્જ બનાવવી જરૂૂરી છે અને આ માટે તાલુકા દીઠ પૂરતો સ્ટાફ ફાળવવો જરૂૂરી છે હાલમાં જ વન રક્ષક મંડળના પ્રમુખે વન મંત્રીએ રજૂઆતો કરતા 190 જેટલી જગ્યાઓ પુન: જીવિત કરવા આદેશ તો કરાયો છે પરંતુ જ્યાં સુધી જમીનની સ્તરે નવી ભરતી નહીં થાય ત્યાં સુધી વન વિભાગ આવી આકસ્મિક કટોકટી પહોંચી વળવા લાચાર બની જાય છે આ માટે વન વિભાગને પૂરતું માનવ બળ નહીં મળે ત્યાં સુધી માનવ વન્યજીવન સંઘર્ષથી નિર્દોષ નાગરિકો અને માસુમ બાળકો સિંહોનો ભોગ બનતા રહેશે વન વિભાગના કર્મચારીઓ ધોમધખતા તડકાં, અંધારી કાળી રાત્રે, શિયાળાની હાડ થીજવતી ઠંડીમાં, જંગલના કાંટાળા રસ્તે જીવનના જોખમે સતત દોડતા રહે છે આવી સ્થિતિમાં ભલે મહેકમ ઓછું હોય પણ જવાબદારી બમણી રહે છે વાર તહેવારોની રજા પણ ગુમાવવા પડે છે આમ છતાં અપુરતા સ્ટાફ વચ્ચે ય નાની સરખી ભૂલ કે ચૂક બદલ સીધા સસ્પેન્ડ પણ થવું પડે છે વન વિભાગને વધુ સજ્જ બનાવવા વન્ય પ્રાણીઓની સંખ્યા વધી છે જેથી ભરતી બંધ છે તેમાં ભરતી કરાય કારણકે સ્ટાફ ઓછો હોવાથી કાર્યક્ષમતા ઉપર પડે છે અને માનવ વન્ય પ્રાણીઓ વચ્ચે સોહોદ જળવાય તે માટે વનસંરક્ષકની પણ જરૂૂર છે.