ગુજરાત

ગરબા રમવા બાબતે પિતાએ ઠપકો આપતા નવપરિણીત પુત્રએ ફાંસો ખાઇ જીવ ટૂંકાવ્યો

Published

on

વાલ્મીકિ વાડી કવાર્ટરનો બનાવ: બે બહેનના એકના એક ભાઇના આપઘાતથી પરિવારમાં કલ્પાંત


નવલા નોરતા ચાલી રહ્યા છે. યુવાધન મોડે સુધી ગરબે ઘુમી માતાજીની આરાધના કરી રહ્યા છે. નવરાત્રીની શરૂઆતમાં જ ગરબે રમવા જવાની પિતાએ ના પાડતા કોલેજીયન યુવતીએ આપઘાત કરી લીધો હતો ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે.


વાલ્મીકીવાડી કવાર્ટરમાં મોડે સુધી ગરબા રમવા બાબતે પિતાએ ઠપકો આપતા નવપરિણીત પુત્રએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બે બહેનના એકના એક ભાઇએ જીવન ટુંકાવી લેતા પરિવારમાં કલ્પાંત છવાઇ જવા પામ્યો હતો.જાણવા મળતી વિગત મુજબ વાલ્મીકીવાડી આવાસ યોજના કવાર્ટર નં.116માં રહેતા વિનય ભીખુભાઇ બારૈયા (ઉ.વ.23) નામના યુવાને આજે સવારે પોતાના ઘરે રૂમમાં લાકડાની આડી સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સવારે મોડે સુધી રૂમમાંથી બહાર ન આવતા પત્ની, બહેન સહીતના દરવાજો ખટખટાવ્યો છતાં ન ખોલતા દરવાજો તોડતા લટકતો મળી આવ્યો હતો. જેથી તેને નીચે ઉતારી સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્ર.નગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પીટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક વિનય બે બહેનનો એકનો એક ભાઇ હતો અને બાઇકના શો-રૂમમાં કામ કરતો હતો. તેના લગ્ન છ મહીના પહેલા જ થયા હતા અને હાલમાં પત્ની સગર્ભા છે.


વધુ તપાસમાં મૃતક મોડે સુધી ગરબી રમવા જતો હોય જેથી તેના પિતા ભીખુભાઇએ મોડે સુધી ગરબા રમવા જવાની ના પાડી વહેલા ઘરે આવી સુઇ જવા બાબતે ઠપકો આપ્યો હોય જેનું માઠુ લાગી આવતા આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.


હાલમાં નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો હોય યુવાનો અને યુવતીઓ મોડે સુધી અર્વાચીન રાસાોત્સવમાં ગરબા લેવા જઈ રહ્યા હોય ત્યારે વાલીઓને સંતાનની ચીંતા થતી હોય જેથી વહેલા આવી જવા બાબતે સંતાનોને સામાન્ય ઠપકો આપતા હોય પરંતુ આજના યુવાનોમાં સહનશક્તિ ખૂટી ગઈ હોય તેમ લાગી આવવાથી આવા પગલા ભરી લેતાં પરીવારજનોમાં અરેરાટી મચી જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version