RMCમાં નવા શાસકોનું તા.25મીએ પ્રથમ બોર્ડ વિપક્ષ ફરજ ચૂક્યું, એકપણ પ્રશ્ન ન મૂક્યો

ભાજપના 15 નગરસેવકોએ પાણી, આવાસ, ગાર્ડન સહિતની શાખાને લગતા 33 સવાલો પ્રશ્નોત્તરીમાં મૂક્યા રાજકોટ મનપામાં નવી ટર્મનું પ્રથમ જનરલ બોર્ડ તા.25મીએ બોલાવવામા આવ્યુ છે. નવા…

ભાજપના 15 નગરસેવકોએ પાણી, આવાસ, ગાર્ડન સહિતની શાખાને લગતા 33 સવાલો પ્રશ્નોત્તરીમાં મૂક્યા

રાજકોટ મનપામાં નવી ટર્મનું પ્રથમ જનરલ બોર્ડ તા.25મીએ બોલાવવામા આવ્યુ છે. નવા શાસકો માટે આ પ્રથમ સામાન્ય સભા છે. આ નવી ટર્મમાં વિપક્ષના ફાળે વધુ ત્રણ બેઠક એટલે કે સંખ્યાબંધ સાત થઇ હોવા છતાં લડાયક કહી શકાય તેવા એકપણ નેતા ન હોવાની છાપ પ્રથમ સામાન્ય સભામાં જ દેખાઇ છે. વિપક્ષ જાણે તેમની ફરજ ચુક્યુ હોય તેમ કોંગ્રેસના એકપણ કોર્પોરેટરે પ્રશ્ન રજૂ કરવાની તસ્દી લીધી નથી. જ્યારે ભાજપના 15 નગરસેવકો તરફથી આવાસ, પાણી વિતરણ, ગાર્ડન સહિતની શાખાના 33 પ્રશ્નો મુક્યા છે. પ્રથમ પ્રશ્ન સિનિયર નગરસેવક કેતન પટેલનો આવાસ યોજના, ટાઉન પ્લાનીંગ શાખાને લગતો છે.

આગામી તા.25મીએ મળનાર જનરલ બોર્ડનો એજન્ડા ગઇકાલે બહાર પાડવામા આવ્યા બાદ સામાન્ય સભાની શરૂૂઆતમાં યોજાતી પ્રશ્નોતરીમાં વહેલા તે પહેલાના ધોરણે જે તે નગરસેવકના સવાલ લેવામા આવે છે. આ વખતે પોણા ભાગના નવા નગરસેવકો છે. પ્રજાની સમસ્યા, જનતાનો અવાજ અધિકારીઓ સુધી પહોંચાડવા માટેની સક્રિયા નવા નગરસેવકોમાં માત્ર શાસકપક્ષ ભાજપમાં જ દેખાઇ છે. વિપક્ષ સવાલ મુકતા ભુલી ગયુ કે પછી ફરજ ચુક્યુ તેવા ચિત્ર વચ્ચે કોંગ્રેસના એકપણ નગરસેવકે પ્રશ્ન રજૂ કર્યા નથી. જે 33 પ્રશ્નો ઇનવર્ડ થયા છે એ તમામ શાસકપક્ષ ભાજપના જ છે. ભાજપના 15 નગરસેવકોએ વિવિધ સવાલો રજૂ કર્યા છે.

કેતનભાઇ પટેલ, સંજયભાઇ ચાવડા, જ્યોત્સનાબેન ટીલાળા, ડો.રિંકલભાઇ મેઘાણી, કીર્તિબા રાણા, મહેશભાઇ પીપળિયા, મોહિતસિંહ જાડેજા, પંકજભાઇ લુણાગરિયા, ધૈર્ય પારેખ, શૈલેષભાઇ વસાણી, રાજુભાઇ અઘેરા, દર્શનભાઇ પેંગ્યાતર, જાનકીબેન કાટોડિયા અને રક્ષિતભાઇ કલોલા

15 પેટા સમિતિના ચેરમેન સહિતના નામ જનરલ બોર્ડમાં થશે જાહેર
મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન શાસક નેતા અને દંડક સહિત મુખ્ય પાંચ હોદેદારોની પસંદગી બાદ હવે બાકી રહી ગયેલી 15 પેટા સમિતિના ચેરમેનની ખુરશી કોણે મળશે તેની અટકળો શરૂૂ થઇ ચુકી છે. જે લોકોને મુખ્ય પાંચ હોદામાં સ્થાન નથી મળ્યુ તેવા ઇચ્છુક દાવેદારોને કઇ સમિતિમાં કેવુ સ્થાન મળે છે એ જોવાનું રહ્યુ. તમામ 15 સમિતિની રચના જનરલ બોર્ડમાં જાહેર થશે.