Site icon Gujarat Mirror

ઈન્ડિયન ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં કબૂતર ચરકી જતાં મેચ રોકવી પડી !!

દેશની રાજધાની દિલ્હીમાં આયોજિત ’ઈન્ડિયન ઓપન 2026’ બેડમિન્ટન ટૂર્નામેન્ટ હવે રમત કરતાં વિવાદોને કારણે વધુ ચર્ચામાં છે. ગંદકી અને પ્રદૂષણ બાદ હવે કબૂતરોની ચરકને કારણે આંતરરાષ્ટ્રીય મેચ રોકવાની નોબત આવી છે, જેનાથી ભારતની આયોજન શક્તિ પર સવાલો ઉભા થયા છે. આ રોમાંચક મેચ દરમિયાન બે વાર રમત રોકવી પડી હતી. ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમની છત પરથી કોર્ટ પર કબૂતરોની ચરક પડી હતી. પ્રથમ ગેમમાં સ્કોર જ્યારે 16-14 હતો ત્યારે અને ત્યારબાદ ત્રીજી ગેમમાં પણ આ જ સમસ્યાને કારણે રેફરીએ રમત અટકાવી સફાઈ કરાવવી પડી હતી. માત્ર બે દિવસ પહેલા જ બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (ઇઅઈં) એ દાવો કર્યો હતો કે કબૂતરો માત્ર પ્રેક્ટિસ કોર્ટ પર જ છે અને મેઈન પ્લેઈંગ એરિયા સંપૂર્ણપણે ‘પિજન-ફ્રી‘ છે. પરંતુ લાઈવ મેચમાં બનેલી આ ઘટનાએ આ દાવાઓને ખોટા સાબિત કર્યા છે.

આ મહિલા ખેલાડીએ સ્ટેડિયમમાં ગંદકી, પક્ષીઓ અને દિલ્હીના પ્રદૂષણ અંગે સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી હતી. જ્યારે એન્ડર્સ એન્ટોન્સેન (ડેનમાર્ક):પ્રદૂષણને કારણે આ ખેલાડીએ ટૂર્નામેન્ટમાંથી નામ પાછું ખેંચી લીધું, જેના પર તેના પર 5,000 ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

સ્ટેડિયમમાં માત્ર પક્ષીઓ જ નહીં, પરંતુ પ્રેક્ષકોની ગેલેરીમાં વાનર પણ જોવા મળ્યો હતો, જે સુરક્ષા અને સ્વચ્છતા સામે મોટો પ્રશ્ન છે. એક તરફ ઇઅઈં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી સુધારવાની વાત કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને ગંદકી અને પક્ષીઓની પજવણીનો સામનો કરવો પડી રહ્યો છે. રમતપ્રેમીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે ઈન્દિરા ગાંધી સ્ટેડિયમની આ હાલત માટે જવાબદાર કોણ છે અને તેમની સામે ક્યારે કડક કાર્યવાહી થશે?

Exit mobile version