Uncategorized

માતા-પિતાવિહોણી સર્વજ્ઞાતિની 16 દીકરીનો લગ્નોત્સવ યોજાશે

Published

on

ત5ોવન ફાઉન્ડેશન-વડીલ વાત્સલ્ય ધામ દ્વારા આયોજન, તડામાર તૈયારીઓ

જામનગર શહેરમાં માનવતાની ભાવનાનું અદ્ભુત ઉદાહરણ સર્જાયું છે. તપોવન ફાઉન્ડેશન દ્વારા આગામી 17 નવેમ્બર રવિવારે સાત રસ્તા પાસે ઓશવાળ સેન્ટરમાં માતા-પિતા વિહોણી 16 દીકરીઓના ક્ધયાદાન લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં દીકરીઓને નવું જીવન મળશે અને તેઓને સુખી દામ્પત્ય જીવનની શરૂૂઆત કરવાની તક મળશે. તપોવન ફાઉન્ડેશન દ્વારા આયોજિત માતા-પિતા વિહોણી 16 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનો તૈયારીઓનો ભવ્ય પ્રારંભ થયો છે. આ લગ્નોત્સવમાં રાજ્ય અને કેન્દ્રના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહીને નવદંપતીઓને આશીર્વાદ આપશે.આ કાર્યક્રમનું આયોજન જામનગરના તપોવન ફાઉન્ડેશન, માતુશ્રી શ્રીમતી ઈચ્છાગૌરી છોટાલાલ જાની પવડીલ વાત્સલ્ય ધામથ દ્વારા કરવામાં આવ્યું છે.


આ સંસ્થા દ્વારા વૃદ્ધો અને અનાથોને આશરો પૂરો પાડવાની સાથે સામાજિક સેવાના અનેક કાર્યો કરવામાં આવે છે. આ સમૂહ લગ્ન એ જ તેમના માનવસેવાના એક ઉત્તમ ઉદાહરણ છે. આ સમૂહ લગ્નોત્સવમાં લગ્નગ્રંથીથી જોડાઈને પ્રભૂતામાં પગલાં પાડનાર 16 દીકરીઓના લગ્ન પ્રસંગ ધામધૂમથી સંપૂર્ણરીતે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવશે. આ તમામ દીકરીઓને આયોજક સંસ્થા તથા દાતાઓના સહકારથી જીવન જરૂૂરિયાતની તમામ નાની-મોટી ચીજવસ્તુઓ, કપડા, ઘરેણાંનો સમૃદ્ધ કરિયાવર આપવામાં આવશે.


આ ક્ધયાદાન સમારોહમાં ભાગવતજી, સંતો અને મહંતો આશીર્વચન આપશે. જેમાં ભવનાથ, જૂનાગઢ, ગોરખનાથ આશ્રમના મહંત પીર યોગી શેરનાથજી બાપુ, ચાંપરડાના પૂ. મુક્તાનંદજી બાપુ, આણદાબાવા સેવા સંસ્થાના મહંત પૂ. દેવપ્રસાદજી મહારાજ, પ નવતનપુરી ધામના આચાર્ય પૂ. કૃષ્ણમણિજી મહારાજ તેમજ પોરબંદરના ભાગવતાચાર્ય શ્યામભાઈ ઠાકર ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે.આ ઉપરાંત કેન્દ્રના પૂર્વ કેબિનેટ મંત્રી સ્મૃતિબેન ઈરાની, રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણી, રાજ્યના કેબિનેટ મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ, મૂળુભાઈ બેરા, સંસદસભ્ય પૂનમબેન માડમ, ધારાસભ્યો રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા અતિથિવિશેષ પદે ઉપસ્થિત રહેશે.


આ લગ્નોત્સવમાં ભાગ લેવા માટે તપોવન ફાઉન્ડેશનના ફાઉન્ડર દાતા રાજેનભાઈ જાની, ટ્રસ્ટી અને પૂર્વ રાજ્યમંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી તથા ટ્રસ્ટી પરેશભાઈ જાનીએ તમામને આમંત્રણ આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version