ભાવનગરમાં બાપા સીતારામ ક્રેડિટ સોસાયટીના સંચાલકને મુંબઈથી ઝડપી લેવાયો

ભાવનગરની બાપા સીતારામ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડમાં કરોડો રૂૂપિયાનું કૌભાંડ આચરીને ફરાર થઈ ગયેલા સોસાયટીના મેનેજિંગ ડિરેક્ટર નરેશ શાહને ભાવનગર એલ.સી.બી. પોલીસે મુંબઈથી ઝડપી પાડી…

ભાવનગરની બાપા સીતારામ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડમાં કરોડો રૂૂપિયાનું કૌભાંડ આચરીને ફરાર થઈ ગયેલા સોસાયટીના મેનેજિંગ ડિરેક્ટર નરેશ શાહને ભાવનગર એલ.સી.બી. પોલીસે મુંબઈથી ઝડપી પાડી ભાવનગર લાવવામાં સફળતા મેળવી છે. ઝડપાયેલો આરોપી દેશ છોડીને કેનેડા ભાગી જવાની ફિરાકમાં હોવાનો પણ પર્દાફાશ થયો છે. ગત તારીખ 11 મેના રોજ સોસાયટીના રોકાણકારો અને એજન્ટોએ ભેગા મળીને સોસાયટીના સંચાલકો સામે કરોડો રૂૂપિયાની છેતરપિંડીનો આક્ષેપ કરતી રજૂઆત કરી હતી.

એક માસ અગાઉ થયેલી આ રજૂઆત અને ગ્રાહકોની સત્તાવાર ફરિયાદના આધારે ભાવનગર એલ.સી.બી. પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો. આ સોસાયટીએ વિવિધ બચત અને રોકાણ યોજનાઓના નામે ગરીબ તેમજ મધ્યમવર્ગીય પરિવારો પાસેથી કરોડો રૂૂપિયાનું રોકાણ મેળવ્યું હતું. જોકે, પાકતી મુદતે રોકાણકારોને પોતાના નાણાં પરત ન મળતાં તેઓમાં ભારે રોષ ફેલાયો હતો.પોલીસ તપાસ અને રોકાણકારોના નિવેદનો દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. સોસાયટીના તત્કાલીન ચેરમેન અનિલભાઈ વિનોદરાય પંડ્યાનું ગત માર્ચ મહિનામાં અવસાન થઈ ચૂક્યું છે. જ્યારે મેનેજિંગ ડિરેક્ટર નરેશ શાહ કૌભાંડ આચરીને પરિવાર સાથે ભાવનગર છોડીને નાસી ગયો હતો.

પોલીસ તેની શોધખોળ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે તે દેશ છોડીને કેનેડા જવાની પેરવીમાં છે. જોકે, તે પહેલાં જ પોલીસે તેને મુંબઈમાં ભાડાના મકાનમાં રહેતો હોવાની ભાળ મેળવી ત્યાંથી ઝડપી લીધો હતો.એક રોકાણકારે સત્તાવાર ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરતાં પ્રાથમિક તબક્કે ₹3.69 કરોડની છેતરપિંડી અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી હતી. પરંતુ પોલીસના જણાવ્યા મુજબ, તપાસ દરમિયાન જે રીતે વિગતો બહાર આવી રહી છે તે જોતાં આ કૌભાંડનો કુલ આંકડો ₹30 થી ₹40 કરોડ રૂૂપિયા સુધી પહોંચે તેવી પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ એલ.સી.બી. પોલીસ આરોપીની વધુ પૂછપરછ ચલાવી રહી છે.