Site icon Gujarat Mirror

રિસામણે બેઠેલી પરિણીતાએ પતિ તેડવા નહી આવતા ફાંસો ખાધો

ઘાંચીવાડમાં પતિએ દારૂના નશામાં જમવા મુદ્દે ઝઘડો કરી પત્નીને માર માર્યો

શહેરમા ભગવતીપરા વિસ્તારમા આવેલા સદગુરુ પાર્કમા માવતરે રીસામણે બેઠેલી પરણીતાએ પતિ તેડવા કે સમાધાન માટે નહી આવતા ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો . પરણીતાને સારવાર માટે ખસેડવામા આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ પોપટપરામા રહેતી રેશ્માબેન સાજીદભાઇ શેખ નામની ર3 વર્ષની પરણીતા ભગવતીપરા વિસ્તારમા આવેલા સદગુરુ પાર્કમા તેનાં પિતા હબીબભાઇ કુરેશીનાં ઘરે હતી ત્યારે પોતાની જાતે હાથેથી ચુંદડી વડે ગળેફાંસો ખાવાની કોશીષ કરતા તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવી હતી પ્રાથમીક તપાસમા રેશ્માબેનનાં 4 વર્ષ પહેલા લગ્ન થયા છે અને પતિનાં ત્રાસથી છેલ્લા ત્રણેક વર્ષથી માવતરે રીસામણે બેઠી છે. પતિ સમાધાન કરવા કે તેડવા નહી આવતા રેશ્માબેને ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે.

આ ઉપરાંત બીજા બનાવમા ઘાચીવાડમા રહેતી લક્ષ્મીબેન કીશોરભાઇ સોલંકી નામની રપ વર્ષની પરણીતા રાત્રીનાં 11 વાગ્યાનાં અરસામા પોતાનાં ઘરે હતી ત્યારે પતિ કીશોર સોલંકીએ દારુનાં નશામા જમવા મુદે ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હોવાનાં આક્ષેપ સાથે લક્ષ્મીબેન સોલંકીને સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવી હતી ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version