ભાવનગરના હતભાગી પરિવારની અંતિમવિધિ હિમાચલમાં જ કરવી પડી

સાસુ-સસરા, દીકરી-જમાઇ, બાળક અને કારચાલક સહિત પાંચેય મૃતદેહની હાલત એટલી કરૂણ હતી કે ઘટનાસ્થળથી નજીકમાં જ અગ્નિદાહ આપવો પડ્યો ચાર ઇજાગ્રસ્તો પૈકી બેની હાલત હજુ…

સાસુ-સસરા, દીકરી-જમાઇ, બાળક અને કારચાલક સહિત પાંચેય મૃતદેહની હાલત એટલી કરૂણ હતી કે ઘટનાસ્થળથી નજીકમાં જ અગ્નિદાહ આપવો પડ્યો

ચાર ઇજાગ્રસ્તો પૈકી બેની હાલત હજુ ગંભીર: કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી સહિત ગુજરાત સરકાર હિમાચલ પ્રશાસન સાથે સતત સંપર્કમાં

ભાવનગર શહેરનાના ઘોઘાસર્કલ વિસ્તારમાં રહેતા સિંધી પરિવાર સાથે હિમાચલ પ્રદેશમાં સર્જાયેલા દર્દનાક અકસ્માતની ઘટનામાં સાસુ-સસરા, દીકરી-જમાઈ અને દોહિત્રના કમકમાટીભર્યા મૃત્યુ થયા છે. કાર 300 ફુટ ઉંડી ખાણમાં પડતા કારનો બુકડો બોલી ગયો હતો. આ ગમખ્વાર ઘટનામાં બે માસૂમ બાળકો સહિત ચાર લોકોનો ચમત્કારિક બચાવ થતાં તેમનું રેસ્ક્યુ કરી સારવાર માટે તાબડતોડ હોસ્પિટલમાં દાખલ કરી દેવાયા છે. જેમાં એક-બે વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન આજે મંગળવારે તમામ 5 મૃતકોની અંતિમવિધિ ત્યાં ચંબા જિલ્લાના ટાડા ગામે જ કરવામાં આવી છે.

ભાવનગર શહેરના ઘોઘાસર્કલ વિસ્તારમાં રહેતા લલીતભાઈ ફતનાની, તેમના પત્ની, દીકરી, જમાઈ, દોહિત્ર, દોહિત્રી, પુત્ર-પુત્રવધૂ અને પૌત્ર સહિત પરિવારના 9 સભ્યો રવિવારે રાત્રે મનાલીથી ખાનગી કારમાં બેસીને અંતિમ પ્રવાસ સ્થળ ડેહલાઉસી જવા નીકળ્યા હતા. આ સમયે રાત્રિના એકથી ત્રણ વાગ્યાના વચ્ચેના સમયમાં ચંબાના કકીરામાં આવેલ તુરમટી-લાડુ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે વાવાઝોડા અને ભારે પવનના કારણે કાચા રોડની માટી ચીકણી હોવાથી કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ત્રણ બાળકો સહિત નવ વ્યક્તિઓ સાથેની કાર 300 મીટર ઊંડી ખાણમાં ખાબકી ગઈ હતી. આ ગોઝારી ઘટનામાં સિંધી પરિવારના લલીતભાઈ, તેમના પત્ની મમતાબેન, પુત્રી કાજલબેન ઉર્ફે ખ્વાહિશબેન, જમાઈ પ્રિયાંકભાઈ, દોહિત્ર ધીયાંશુ અને કારના ચાલકનું સ્થળ પર જ કરૂૂણ મોત થયું હતું. જ્યારે ભાવનગરમાં એચડીએફએસી સિક્યુરીટીઝમાં નોકરી કરતા મયંકભાઈ ફતનાની, તેમના પત્ની ફોરમબેન, પુત્ર જીયાંશ અને હતભાગી પ્રિયાંકભાઈની ચાર વર્ષની પુત્રી પ્રિયાંશીનો બચાવ થયો હતો.

ઊંડી ખાણમાં ખાબક્વા છતાં મોતને હાથતાળી આપનાર મયંકભાઈએ હિંમત દાખવી ભાવનગર સ્થિત તેમના પરિવારજનોને અને ત્યારબાદ તંત્રને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં ચંબા પોલીસનો મસમોટો કાફલો બચાવ-રાહત કામગીરી માટે પહોંચ્યો હતો. પાંચેય મૃતદેહો અને જીવિત ચાર વ્યક્તિને ખાણમાંથી બહાર કાઢી ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે પ્રથમ ચંબાની હોસ્પિટલમાં અને ત્યારબાદ ટાંડા મેડીકલ કોલેજ અને હોસ્પિટલમાં રિફર કર્યા હતા. સ્થાનિકોની મદદથી હતભાગીઓના સામાન ભરેલી બેગો સાથે મૃતદેહોને ખાનગી વાહનોમાં ટાંડા મેડીકલ કોલેજ અને હોસ્પિટલ લઈ જવાયા હતા.

અહીં પોસ્ટમાર્ટમ સહિતની જરૃરી કાર્યવાહી કરાઈ હતી. મૃતકોમાં લલીતભાઈ જેઠાનંદભાઈ ફતનાની (ઉ.વ.આ.59, રહે, સિંધી સોસાયટી, ઘોઘાસર્કલ), મમતાબેન ઉર્ફે સોનિયાબેન લલીતભાઈ ફતનાની (ઉ.વ.આ.54, રહે, સિંધી સોસાયટી, ઘોઘાસર્કલ), પ્રિયાંકભાઈ કનુભાઈ ભોપાણી (ઉ.વ.આ.35, રહે, આરતી એવન્યુ ટેનામેન્ટ, છાપરૃ હોલ, ઘોઘાસર્કલ), કાજલબેન પ્રિયાંકભાઈ ભોપાણી (ઉ.વ.આ.32, રહે, આરતી એવન્યુ ટેનામેન્ટ, છાપરૃ હોલ, ઘોઘાસર્કલ), ધીયાંશુ પ્રિયાંકભાઈ ભોપાણી (ઉ.વ.09, રહે, આરતી એવન્યુ ટેનામેન્ટ, છાપર હોલ, ઘોઘાસર્કલ), તથા મંડી ખાતે રહેતો ઈનોવા કારનો ડ્રાઈવર જશવંતસિંહ ઉં. વ.52 તમામ છ હતભાગીઓના મૃતદેહની હાલત એવી હતી કે ઘટના સ્થળથી નજીક ચંબા જિલ્લાના ટાંડા ગામે જ અંતિમ વિધિ કરવી પડી હતી.

જ્યારે ઈજાગ્રસ્તોમાં મયંકભાઈ લલીતભાઈ ફતનાની (ઉ.વ.આ.30) ફોરમબેન મયંકભાઈ ફતનાની (ઉ.વ.આ.29)જીયાંશ મયંકભાઈ ફતનાની (ઉ.વ.03) પ્રિયાંશી પ્રિયાંકભાઈ ભોપાણી (ઉ.વ.04) નો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તમાં બેની હાલત હજુ ગંભીર જણાઇ રહી છે.

હતભાગીઓને તાત્કાલિક સહાય ચૂકવાઈ: ગુજરાત સરકાર હિમાચલ પ્રશાસનના સંપર્કમાં
મનાલી વેકેશન માણવા ગયેલા ભાવનગરના સિંધી પરિવારના પાંચ સભ્યના કરુણ મોતની ઘટનામાં હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા હતભાગીઓને તાત્કાલિક 25-25 હજારની સહાય ચૂકવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગરના ધારાસભ્યો, કેન્દ્રીય કેબીનેટ મંત્રી અને ગુજરાત સરકાર હિમાચલ પ્રદેશ પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે.

મૃતક લલીતભાઈની ભાઈ સાથે છેલ્લી વાત
પરિવાર સાથે આઠ દિવસની મનાલી ટ્રીપ પર ગયેલા લલીતભાઈ ફતનાણીએ ગઈકાલે તેમના કુટુંબી ભાઈ મહેશભાઈ ઠાકોરદાસ ગોકલાણીને ફોન કરી અત્યારે મનાલી છીએ, અહીંથી ગુરૃદ્વારા જઈશું અને રાત્રે ડેલહાઉસી જવા રવાના થશું તેવી છેલ્લી વાત કરી હતી. જયારે સાસુ-સસરા, પત્ની અને બાળકી સાથે મોતને ભેટેલા પ્રિયાંકભાઈ ભોપાણી ટ્રકના સ્પેરપાર્ટના વેપારી હતી. દાણાપીઠ પાસે સુતરવાડામાં તેમની દુકાન આવેલી હોવાનું હતભાગીના પરિવારજનોએ જણાવ્યું હતું.

આજે ચંદીગઢથી ટ્રેનમાં અમદાવાદ આવવાના હતા એ પહેલાં કાળનો કોળિયો
ભાવનગરનો સસરા-જમાઈનો સિંધી પરિવારે ગત તા.4-5ને સોમવારે આઠ દિવસના મનાલી પ્રવાસે નીકળ્યો હતો. અમદાવાદથી ફ્લાઈટમાં ચંદીગઢ પહોંચ્યા બાદ ત્યાંથી ખાનગી ટુર ઓપરેટરની કાર ભાડે કરી ત્રણ દિવસ શીમલા, ત્રણ દિવસ મનાલીમાં રોકાણ કર્યા બાદ ગત રાત્રે ડેલહાઉસી જવા નીકળ્યો હતો. ડેલહાઉસીમાં બે દિવસના રોકાણ બાદ ચંદીગઢ પરત આવી ત્યાંથી આવતીકાલ તા.12-5ને મંગળવારે ટ્રેન મારફત અમદાવાદ આવવાની ટિકિટ ક્ધફર્મ કરેલી હતી.