Site icon Gujarat Mirror

દ્વારકાના શાકમાર્કેટ ચોકમાં આડેધડ પાર્કિંગથી અંતિમ યાત્રા બસ અટકી

દ્વારકા શહેરના હાર્દસમા શાક માર્કેટ ચોક વિસ્તારમાં ટ્રાફીકનો પ્રશ્ન દિન-પ્રતિદિન વિકટ બનતો જાય છે. અત્યંત ભીડભાડ વાળા વિસ્તારમાં આડેધડ પાર્કિંગના કારણે શાક માર્કેટ ચોકથી ગોમતી ઘાટ સુધીનો રસ્તો દિવસભર સતત ટ્રાફીકની સમસ્યાભર્યો જોવા મળે છે. ઓખામંડળના બેતાલીસ ગામો વચ્ચે મુખ્યત્વે ઉપયોગમાં લેવાતું સ્મશાન પણ અહીંથી નજીક હોય અંતિમ યાત્રા બસનો રૂૂટ પણ આ માર્ગમાંથી પસાર થતો હોય અવાર નવાર અંતિમ યાત્રા બસ અટકી પડે છે.

જયારે કોઈ પરિવાર સ્વજનને અંતિમ વિદાય આપતું હોય ત્યારે ટ્રાફીક અને ગેરકાયદે પાર્કિંગને કારણે ઊભી થતી અડચણ માત્ર શારીરિક થાક નહિં પરન્તુ માનસિક પીડા પણ વધારે છે ત્યારે માનવતાના ધોરણે પણ આ રસ્તા પર ટ્રાફીકની સમસ્યા ન સર્જાય તે અત્યંત જરૂૂરી છે ત્યારે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે નગરપાલીકા, પોલીસ તથા સ્થાનીકો પહેલ કરે તે ઈચ્છનીય છે. (તસવીર: અશોક ભાતેલિયા)

Exit mobile version