ભારતીય મહિલા હોકી ટીમે ઇતિહાસ રચ્યો, વિશ્ર્વ રેન્કિંગમાં પાંચમાં સ્થાને

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત ચાર જીતનું પરિણામ ભારતીય મહિલા હોકી ટીમે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. FIH દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની વિશ્વ…

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત ચાર જીતનું પરિણામ

ભારતીય મહિલા હોકી ટીમે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. FIH દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની વિશ્વ રેન્કિંગમાં ટીમ પાંચમા સ્થાને પહોંચી છે. ઓક્ટોબર 2003માં રેન્કિંગ શરૂૂ થયા બાદ ભારતીય ટીમનું આ અત્યાર સુધીનું શ્રેષ્ઠ સ્થાન છે. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત ચાર જીત સાથે ટીમે આ ઐતિહાસિક મુકામ મેળવ્યો છે.

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પ્રભાવશાળી પ્રદર્શન બાદ ટીમે નોંધપાત્ર રેન્કિંગમાં સુધારો કર્યો છે.
24 નવેમ્બરના રોજ, ભારતીય મહિલા હોકી ટીમે ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ચીનને 6-2થી હરાવીને ટુર્નામેન્ટમાં પોતાનો વિજય ક્રમ ચાલુ રાખ્યો.

2021 ટોક્યો ઓલિમ્પિકમાં ચોથું સ્થાન મેળવ્યા બાદ, ટીમ આઠમા ક્રમે હતી. 2018 મહિલા હોકી વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા પછી તેઓ નવમા ક્રમે પણ હતા.
લેટેસ્ટ રેન્કિંગમાં નેધરલેન્ડ્સ હાલમાં ટોચના સ્થાને છે, ત્યારબાદ આર્જેન્ટિના, બેલ્જિયમ અને સ્પેનનો ક્રમ આવે છે.