વેકેશન-લગ્નની સિઝનમાં સગીરોમાં ભાગવાનું પ્રમાણ વધી જાય છે!

ગુજરાત પોલીસના વિમેન્સ વિંગ દ્વારા વર્ષ 2016 થી 2026 દરમિયાન મહિલાઓ વિરૂૂદ્ધના 94,094 કેસોનું વિશ્ર્લેષણ કરવામાં આવ્યું છે, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે શાળા-કોલેજોના…

ગુજરાત પોલીસના વિમેન્સ વિંગ દ્વારા વર્ષ 2016 થી 2026 દરમિયાન મહિલાઓ વિરૂૂદ્ધના 94,094 કેસોનું વિશ્ર્લેષણ કરવામાં આવ્યું છે, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે શાળા-કોલેજોના વેકેશન અને લગ્નસરાની સિઝન દરમિયાન રાજ્યમાં સગીરો ઘર છોડીને ભાગી જવાના અને નાની વયની છોકરીઓ સામેના ગુનાઓમાં મોટો ઉછાળો જોવા મળે છે. આ કેસોમાં મોટાભાગે સગીરો સામે ઙઘઈજઘ હેઠળ અપહરણની કલમો નોંધવામાં આવી છે.

ગુજરાત પોલીસના અહેવાલ મુજબ, શાળાના વેકેશન અને લગ્નની મુખ્ય સિઝન દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવક-યુવતીઓ ભાગી જાય છે તથા આ સમયગાળા દરમિયાન સગીરાઓનું શોષણ અને સતામણી જેવા ગુનાઓમાં પણ વધારો નોંધાયો છે.

પોલીસ અધિકારીઓએ આ મોસમી ઉછાળા પાછળ બે મુખ્ય કારણો દર્શાવ્યા છે. શાળા-કોલેજના વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ પાસે ઘણો નવરો સમય હોય છે અને તેઓ સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવે છે, જેના કારણે તેઓ ઓનલાઇન જાળમાં ફસાવાની અથવા ઉતાવળિયા નિર્ણયો લેવાની શક્યતા વધી જાય છે. બીજી તરફ, લગ્નની સિઝન દરમિયાન જ્યારે વાલીઓ બાળકોની મરજી વિરૂૂદ્ધ લગ્ન નક્કી કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે પ્રેમસંબંધ ધરાવતા યુગલો ઘર છોડીને ભાગી જવાનો માર્ગ પસંદ કરે છે.

મહિલા સેલના એડિશનલ ડીજીપી અજય ચૌધરીએ જણાવ્યું હતું કે તેઓએ લાંબી રજાઓ અને લગ્નની સિઝનમાં યુવાન વિદ્યાર્થીઓ ઘર છોડીને ચાલ્યા જતા હોય તેવી ચોક્કસ પેટર્ન જોઈ છે. તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા સગીરાઓને શોષણથી બચાવવાની અને પરિવારમાં ખુલ્લેઆમ સંવાદ થાય તે માટે જાગૃતિ લાવવાની છે, જેના પગલે તમામ 4 પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓને આ સમયગાળા દરમિયાન વધુ સતર્ક રહેવાની કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે. સીસીટીવી નેટવર્ક અને સોશિયલ મીડિયા ટ્રેકિંગ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને સગીરો કોઈ શોષણનો ભોગ બને તે પહેલાં જ તેમને શોધી કાઢવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

રાજ્યના કુલ ગુનાઓમાંથી 33.1 ટકા કેસ શહેરી વિસ્તારોમાં નોંધાયા છે, જેમાં અમદાવાદ શહેર 15.1 ટકા સાથે મોખરે છે અને સુરત શહેર 10.2 ટકા સાથે બીજા ક્રમે છે. ડેટા સુધારણા બાદ વાસ્તવિક દુષ્કર્મના કેસ 10,937 હોવાનું સામે આવ્યું છે, જ્યારે 15,312 ઙઘઈજઘ કેસો નોંધાયા હતા જેમાં 61 ટકા કેસ અપહરણના આરોપો સાથે જોડાયેલા છે. આરોપીઓની ઉંમરના વિશ્ર્લેષણમાં જાણવા મળ્યું છે કે અપહરણ અને પોક્સોના આરોપીઓની સરેરાશ ઉંમર 22 વર્ષ છે, જ્યારે ઘરેલું હિંસાના આરોપીઓની સરેરાશ ઉંમર 32 વર્ષ છે.