ગુજરાત

13 વર્ષ સરકાર ઊંઘતી રહી, પછી જંત્રીમાં સીધો 2000 ટકા સુધીનો વધારો ઝીંક્યો

Published

on

સુચિત ઉંચી જંત્રીની ભલામણ સુચવતી રાજ્ય સરકાર ખુદ સરકારી પરિપત્રનુ ઉલંઘન કરી રહી છે, ઉંચી જંત્રીની ભલામણ રાજયના વિકાસને અવરોધનારી અને આમ નાગરિકની આર્થિક રીતે કમર તોડનારી બની રહેશે, માટે સદરહુ સુચિત જંત્રીનો કોંગ્રેસ સખત વિરોધ કરે છે. તેમ કોંગ્રેસ પ્રવકતા મનહર પટેલની એક યાદીમાં જણાવાય છે.


તેમણે જણાવેલ છે કે, 2011 ના જંત્રી વધારાના પરિપત્ર મૂજબ વાર્ષિક 8% વધારો સુચવેલ છે, તે મુજબ દર વર્ષે 8 % મુજબ વધારો કરેલ નહી અને 13 વર્ષ બાદ સીધો 2000 % સુધી જંત્રી વધારો કરવાની ભલામણ એ ક્યા પ્રકારનો વહીવટ છે ? રાજ્ય સરકાર જંત્રીના પરિપત્ર મુજબ વર્ષે ના 8% વધારા મુજબ 13 વર્ષની 104 % જંત્રી વધારો કરવા સરકાર વિચારી શકે છે. એક સાથે 2000 % સુધીનો જંત્રી વધારો સુચવવો એ ગુજરાતના વિકાસને અવરોધનારો નિર્ણય છે.


રાજ્ય સરકાર સ્વસ્થ બને જંત્રી એ સ્ટેમ્પ ડયુટી છે ટેક્સ નથી, ડ્યુટી અને ટેક્ષમા તફાવત છે, ટેક્ષ સરકાર માટે સરકાર ચલાવવાનુ સાધન છે પરંતુ ડ્યુટીને આવકનુ સાધન ન બનાવો, ડ્યુટી એ જનતાની સંપતિના કાગળો અને રેકર્ડના રખ રખાવ ખર્ચ માટેનુ ભંડોળ હોય છે. અને સ્ટેમ્પ ડયૂટી ગૂજરાત સરકારની આવક છે, લોંગ ટર્મ ટેક્સ ભારત સરકારની આવક છે, આમ જ્યારે સરકાર સરકારી જમીન તેના માનીતાઓને ભેટ દેવી હોય ત્યારે જંત્રીના ભાવને અવગણી કલેકટર કે ઉચ્ચ અધિકારીઓની સમિતી-કમિટી સગઠન કરી, રાજયની જનતાના વિશાળ લાભોને કાગળ ઉપર ઉતારીને પાણીના ભાવે સમર્પણ કરવામા આવે છે. અને આવી કરોડો ચો.મીટર જમીનો સરકારી રેકર્ડમાથી ઓછી થઈ છે. આમ રાજ્ય સરકારે સુચવેલ નવી જંત્રી મંદીને આમંત્રણ આપનારી, રાજ્યના ધંધા રોજગાર બંધ કરનારી અને મોંઘવારી વધારનારી સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version