ગુજરાત

યુવતીએ મોંઘો મોબાઇલ અને કપડાં લેવા ઘરમાંથી 75 હજારની ચોરી કરી

Published

on

પોરબંદર ખડપીઠ વિસ્તારની ઘટના, શંકાસ્પદ ઘટનામાં સૌપ્રથમ પોલીસને ધંધે લગાડી

નવી ખડપીઠ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલાયો છે. મોબાઈલ અને કપડા લેવા માટે દીકરીએ ઘર માંથી જ રૂૂ. 75 હજારની ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપી યુવતી સામે કાર્યવાહી હાથ ધરી છે.


ગત તા.10/10ના રોજ પોરબંદરના નવી ખડપીઠ પાછળ રહેતા ભાવનાબેન વિજય સોલંકીએ કમલાબાગ પોલીસ મથકે પહોંચીને જાહેર કર્યું હતું કે,પોતાના રહેણાંક મકાનમાં કોઈએ પ્રવેશ કરી કબાટમાં રહેલ રોકડા રૂૂા.75 હજારનો મુદ્દામાલ ચોરી કરી લઇ ગયેલ છે જેથી પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.


આ ગુન્હાનો ભેદ ઉકલવા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ ખાસ સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ પીઆઈ આર.સી. કાનમીયાની સુચના મુજબ અલગ અલગ ટીમો બનાવી હતી અને ટીમો પેટ્રોલિંગમા હતી તે દરમ્યાન સુખાભાઇ મથુરભાઇ જાંબુચા તથા ચેતન ગીગાભાઇ મોઢવાડીયાને ચોક્કસ હકિકત મળેલ કે, આ ગુન્હામાં ફરીયાદીની દિકરીએ જ ગિલાક ચોરીને અંજામ આપેલ હોય, જેથી પોલીસ સ્ટાફે સાથે ઘરે જઇ ફરીયાદીની દિકરીની પુછ-પરછ કરતા ગોળ ગોળ જવાબ આપતી હોય.

જેથી યુક્તિ પ્રયુક્તિથી આગવી ઢબે પુછપરછ કરતા પોતે મોબાઇલ અને કપડા લેવા માટે રોકડા રૂૂપિયાની ઘરમાં જ ચોરી કરેલ હોવાની કબુલાત આપતા, પોલીસે ધોરણસર અટક કરી ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલ્યો હતો.ઘરફોડ ચોરીમાં ફરિયાદી બહેનની દીકરીએ પોલીસને ગોળ ગોળ વાતો કરી હતી, અને પોતાના સંબંધીઓના નામ પણ આપ્યા હતા જેથી પોલીસે શકમંદોને યુવતીની સામે બેસાડી પુરછપરછ કરી હતી અને યુવતીએ પોતાના સંબંધીઓના ખોટા નામ આપ્યાનું સામે આવ્યું હતું. અલગ અલગ વ્યક્તિઓના નામ આપનાર યુવતીએ ખોટી સ્ટોરી ઘડી પોલીસને આ બનાવમાં ગુમરાહ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version