RMC કમિશનરની 1 માસની ટ્રેનિંગનું ફળ, શહેરને મળશે કેન્દ્રની અનેક યોજના

કેન્દ્ર સરકારની અઢળક યોજનાઓ પૈકી જેમાં રાજકોટ કોર્પોરેશનનો પનો ટૂંકો પડતો હોય તેવા ધારાધોરણોનો કમિશનર તુષાર સુમેરાએ ટ્રેનિંગમાં કર્યો ડીટેલ અભ્યાસ દર સાત વર્ષે એકસાથે…

કેન્દ્ર સરકારની અઢળક યોજનાઓ પૈકી જેમાં રાજકોટ કોર્પોરેશનનો પનો ટૂંકો પડતો હોય તેવા ધારાધોરણોનો કમિશનર તુષાર સુમેરાએ ટ્રેનિંગમાં કર્યો ડીટેલ અભ્યાસ

દર સાત વર્ષે એકસાથે એક હજારથી વધુ સનદી અધિકારીઓની ટ્રેનિંગની વ્યવસ્થા જ્યાં થાય છે તેવા મસુરી ખાતેના એકેડેમીમાં વિવિધ ફેકલ્ટી, વિવિધ વિષયના તજજ્ઞો, નિવૃત્ત અધિકારીઓના લેકચર સહિતની અપાય છે ખાસ પ્રકારની ટ્રેનિંગ

રાજકોટ શહેરના મેટ્રો સિટી વિકાસ માટે લાભદાયી બની શકે તેવો એક તલસ્પર્સી અભ્યાસ મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ મસુરીમાં એક મહિના દરમિયાન લીધેલી ટ્રેનિંગમાં કર્યો છે. દેશના તમામ આઇ.એ.એસ. અધિકારીઓના તબક્કાદાર ટ્રેનીંગના કાર્યક્રમમાં કમિશનર તુષાર સુમેરા ગયા હતા. ગુજરાતમાંથી ત્રણ સનદી અધિકારીઓનો સમાવેશ કરાયો હતો. આ એક મહિનાની સર્વલક્ષી ટ્રેનિંગ દરમિયાન કેન્દ્ર સરકારની અઢળક યોજનાઓ પૈકી એવી યોજના કે જેમા રાજકોટ કોર્પોરેશનનો પન્નો ટુંકો પડતો હતો. વહીવટી રીતે કેન્દ્ર સરકારની યોજનાઓના ધારાધોરણોનો કમિશનર તુષાર સુમેરાએ તલસ્પર્શી અને ડિટેઇલ અભ્યાસ કર્યો છે.

તેમને મળેલુ ત્યા શિક્ષણ અને તાલીમ રાજકોટના ભાવી વિકાસ માટે ખુબ જ લાભદાયી બની શકશે તેવો આશાવાદ કમિશનર તુષાર સુમેરાએ આજે ‘ગુજરાત મિરર’ સાથે થયેલી મુલાકાત દરમિયાન વ્યક્ત કર્યો હતો.
મનપાની ચૂંટણી પૂરી થતા જ કેન્દ્ર સરકાર તરફથી આઇ.એ.એસ. અધિકારીઓ માટે દર સાત વર્ષે આવતી ખાસ પ્રકારની ટ્રેનીંગનો રાઉન્ડ શરૂૂ થયો હતો. રાજકોટના મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા સહિત ગુજરાતમાંથી ત્રણ સનદી ઓફિસર મસુરી ખાતેના ટ્રેનિંગ એકેડેમીમાં ગયા હતા. અહીં એક હજારથી વધુ સનદી અધિકારીઓ ટ્રેનિંગમાં જોડાયા હતા.

કોર્પોરેરશનના કમિશનર તુષાર સુમેરા છેલ્લા એક મહિતાથી મસુરી ખાતે ટ્રેનિંગમાં હતા. ગઇકાલે તેઓ રાજકોટ પહોંચ્યા હતા. આજે મનપા કચેરીએ કામગીરી પુવર્વત કરી હતી. દરમિયાન ‘ગુજરાત મિરર’ સાથે થયલી વાતચીતમાં તેઓએ ટ્રેનિંગ દરમિયાન મળેલા અનુભવ, પ્રશિક્ષણથી થનાર ભાવી લાભ સહિતની બાબતો વિષે રસપ્રદ વાતો કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, કેન્દ્ર સરકારની અગણિત યોજનાઓ છે. તેમાથી અમુક યોજનાઓ લાંબાગાળાની તો અમુક ટુંકાગાળાની છે. કેન્દ્ર સરકાર માગો તેટલી ગ્રાન્ટ આપવા તૈયાર જ છે.

આ યોજનાઓ માટે ચોક્કસ નોમ્સ બનેલા છે. તેનુ પાલન થતુ હોવુ જોઇએ. રાજકોટ મનપાનો પન્નો ટુંકો પડતો હોય તેના અભ્યાસનું તારણ ટ્રેનીંગ દરમિયાન કાઢી શકાયુ હતુ.કમિશનર તુષાર સુમેરાએ વધુમાં કહ્યુ હતુ કે, રાજકોટના ભાવી વિકાસ માટે બહુઉપયોગી તેવુ પ્ર-શિક્ષણ મને આ ટ્રેનિંગ દરમિયાન મળ્યુ છે.

અર્બન પ્રોજેક્ટ થકી રાજકોટના મેટ્રો વિકાસ માટે થશે ફાયદો
કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યુ હતુ કે, કેન્દ્ર સરકારનું વિઝન બહુ વિશાળ છે. અર્બન ડેવલપમેન્ટ તેનો મુળ પાયો છે. મોટાભાગના પ્રોજેક્ટ અર્બન વિકાસ માટેના છે. ટ્રેનિંગ દરમિયાન તેના પર જ ખાસ ફોકસ રાખવામા આવ્યુ હતુ. દેશના મેટ્રો સિટીના સનદી ઓફિસરોના અનુભવ, તેમના હસ્તક થયેલા કામના વિચારોની આપ-લે કરવાની તક ટ્રેનિંગ દરમિયાન મળી હતી. આ તમામ બાબતોથી રાજકોટના મેટ્રો વિકાસ માટે બહુમોટો ફાયદો થશે તેમા શંકાને કોઇ સ્થાન નથી.

ટ્રેનિંગ ભારે કઠીન! વહીવટીની સાથે રોજના 25 હજારથી વધુ સ્ટેપ થતા’તા
સનદી અધિકારીઓ માટેની આ ખાસ ટ્રેનિંગમાં માત્ર વહીવટી જ નહીં પણ શારીરિક ટ્રેનીંગ પણ મળી જતી હતી. સવારે 6 વાગ્યા પહેલા ઉઠીને જીમ, ત્યારબાદ પહાળ ચઢીને અન્ય જગ્યાએ બ્રેકફાસ્ટ કરવા જવાનું. ફરી પહાળ ઉતરીને નીચે આવી સ્વીમીંગ, યોગા સહિતની શારીરિક કસરત આ ટ્રેનિંગ દરમિયાન થતી હતી. એક રીતે કહીએ તો માનસિક અને શારીરિક બન્ને રીતે ચાર્જ થઇ જવાય તેવુ રહ્યુ તેમ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યુ હતુ.